Sardar Patel birthday: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો આજે જન્મદિવસ, દેશભરમાં થશે ભવ્ય ઉજવણી
- ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક પ્રમુખ નેતા મનાય છે સરદાર
- સરદાર પટેલને "લોખંડી પુરૂષ" તરીકે ઓળખવામાં આવે
- ભારતને એક્તા અને અખંડિતતા માટે ખુબ જ મોટો ફાળો આપ્યો આપ્યો
Sardar Patel birthday: સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ ગુજરાતના નડિયાદ શહેરમાં થયો હતો. તેઓને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક પ્રમુખ નેતા માનવામાં આવે છે. ભારતની એકતા માટે તેઓ પ્રેરણાસ્રોત બની રહ્યા છે. તેમનું સાદું જીવન, અહિંસક વિચારો અને સજાગ નેતૃત્વના માધ્યમથી તેમણે ભારતની આઝાદી માટે ખુબ જ મોટું યોગદાન આપ્યું હતું. એટલું જ નહીં પરંતુ ભારતની એક્તા અને અખંડિતતા માટે ખુબ જ મોટો ફાળો આપ્યો છે. સરદાર પટેલને ભારતની એક્તા જનક કહેવાય છે.
On this National Unity Day, we pay homage to Sardar Patel, the architect of our #Unity. Join us at the world's tallest statue as we celebrate his vision and commitment to a united India. #RashtriyaEktaDivas2024 #RashtriyaEktaDivas #150YearsOfSardarPatel #SardarPatel… pic.twitter.com/7UUJSABZXT
— Statue Of Unity (@souindia) October 31, 2024
ભારતની એક્તા માટે સરદારનો સિંહ ફાળો
સરદાર પટેલને "લોખંડી પુરૂષ" તરીકે ઓળખવામાં આવે છે. તેમના યોગદાનને લીધે, દેશની અનેક પ્રજાઓ અને રાષ્ટ્રીય એકતા માટે તેમના પ્રયાસોને કોઈ પણ સમયે ભૂલાવી શકાય નહીં. 1947માં ભારતની આઝાદી બાદ, તેમણે રાજ્યના સમીકરણમાં મહત્વનો ભૂમિકા નિભાવી હતી. રાષ્ટ્રના 562 વિભાજિત રાજ્યોને એક કરવા માટે તેમણે કરેલી કોશિશો આજે પણ યાદ કરવામાં આવે છે.
બારડોલી સત્યાગ્રહ બાદ પટેલને ‘સરદાર’નું બિરુદ આપ્યું
નોંધનીય છે કે, તેમણે 1928માં યોજાયેલા બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતોના આંદોલનનું પણ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું. આ સત્યાગ્રહ ભારતનો ખુબ જ મહત્વનો સત્યાગ્રહ કહેવાય છે. બારડોલી સત્યાગ્રહ ચળવળની સફળતા બાદ ત્યાંની મહિલાઓએ વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બિરુદ આપ્યું હતું. એટલું જ નહીં પરંતુ ગાંધીજીએ તેમને બારડોલીના સરદાર કહ્યા હતાં.
આ પણ વાંચો: VADODARA : VVIP મુવમેન્ટને પગલે SOU તરફ જવાના રસ્તે "શરતો લાગુ"
સાદું જીવન જીવીને દેશની જનતાને પ્રેરણા આપી
મહત્વની વાત એ છે કે, મહાત્મા ગાંધી સાથે મળીને સરદાર પટેલે સ્વતંત્રતા સંગઠનના સંચાલનમાં મહત્વનું કાર્ય કર્યું હતું. તેમણે સાદું જીવન જીવીને દેશની જનતાને પ્રેરણા આપી. તેમના કઠોર કાર્ય અને ઉદ્દેશ્યને ધ્યાને રાખીને, ભારતની સ્વતંત્રતા માટે તેમણે જે શ્રમ અને સંઘર્ષ કર્યો, તે એક માનવતાની ઉદાહરણ બની ગયું છે. અત્યારે સરદાર પટેલને ખુબ આદર અને સન્માન સાથે યાદ કરવામાં આવે છે.
આ પણ વાંચો: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીએ કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ જાહેરાત
આજનો દિવસ એટલે "રાષ્ટ્રીય એકતા દિવસ’
સવારે 31 ઓક્ટોબરે દેશભરમાં સરદાર પટેલના જન્મદિવસે તેમના કાર્યને યાદ કરવામાં આવે છે. આ દિવસને "રાષ્ટ્રીય એકતા દિન" તરીકે ઉજવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલના આ પ્રતિષ્ઠિત દિવસે, તેમને શ્રદ્ધાંજલિ આપીએ અને દેશના વિકાસમાં તેમના યોગદાનને ભૂલાવવા ન જોઈએ. તેમની વિચારો અને નેતૃત્વ આજે પણ ભારતના લોકો માટે પ્રેરણા બની રહી છે. દેશભરમાં આજના દિવસને રાષ્ટ્રીય એક્તા દિવસ તરીકે ઉજવવામાં આવશે.
આ પણ વાંચો: લાખો દીવા સાથે ભગવાન રામની Ayodhya આ રીતે દેખાઈ, જુઓ આ અદ્ભુત Video