Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPS પરીક્ષિતા રાઠોડને સોંપાયો CID Crime નો ચાર્જ, BZ સહિત બે પોંઝી સ્કીમ મામલે કરશે તપાસ

IPS Parikshita Rathore ને CID ક્રાઇમ નો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેથી હવે CID ક્રાઇમ નો ચાર્જ તેઓ સંભાળવાના છે.
ips પરીક્ષિતા રાઠોડને સોંપાયો cid crime નો ચાર્જ  bz સહિત બે પોંઝી સ્કીમ મામલે કરશે તપાસ
Advertisement
  1. રાજકુમાર પાંડિયન અને સંજય ખરાતની બદલી થતાં તપાસ સોંપાઈ
  2. DYSP અશ્વિન પટેલની આગેવાનીમાં ચાલી રહી છે તપાસ
  3. DYSPની આગેવાનીમાં 3 IPS ની ખાસ ટીમ હાલ કરી રહી છે તપાસ

IPS Parikshita Rathod: BZ અને નાવ સ્ટાર્ટ વે બંને પોંઝી સ્કીમનો મામલો અત્યારે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલો છે. જેમાં અનેક પ્રકારની નવી વિગતો સામે આવી રહીં છે. અત્યારે પણ એક મહત્વના સમાચાર સામે આવ્યાં છે. IPS પરીક્ષિતા રાઠોડ (IPS Parikshita Rathod)ને CID ક્રાઇમ નો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેથી હવે CID ક્રાઇમ નો ચાર્જ તેઓ સંભાળવાના છે. સોંથી મહત્વની વાત એ છે કે, પોંઝી સ્કીમની ફરિયાદની તપાસ હવે IPS પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: આમ આદમી પાર્ટીના નેતા નીકળ્યાં ED ના નકલી અધિકારી! શું લોકો પાર્ટી પર ભરોસો કરશે?

Advertisement

BZ અને નાવ સ્ટાર્ટ વે બંને સ્કીમની તપાસ સોંપાઇ

નોંધનીય છે કે, CID ક્રાઇમમાં નોંધાયેલી પોંઝી સ્કીમની ફરિયાદની તપાસ DIG પરીક્ષિતા રાઠોડ (IPS Parikshita Rathod)ના માર્ગદર્શન હેઠળ થવાની છે. મળતી વિગતો પ્રમાણે BZ અને નાવ સ્ટાર્ટ વે બંને પોંઝી સ્કીમની તપાસ પરીક્ષિતા રાઠોડને સોંપાઈ છે. આ પહેલા આ તપાસ રાજકુમાર પાંડિયન અને સંજય ખરાત કરી રહ્યાં હતાં.પરંતુ થોડા દિવસ પહેલા જ ગુજરાતના 25 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેથી રાજકુમાર પાંડિયન અને સંજય ખરાત બદલી થતાં તપાસ પરીક્ષિતા રાઠોડને સોંપાઈ છે.

આ પણ વાંચો: RAJKOT માં જબરો લાલચુ PI, મીડિયાના નામે 63 લાખ રૂપિયાનો તોડ કર્યો

બે IPSની બદલી થતાં તપાસ પરીક્ષિતા રાઠોડને સોંપાઇ

IPS પરીક્ષિતા રાઠોડના સુપરવિઝનમાં DYSP અશ્વિન પટેલની આગેવાનીમાં તપાસ ચાલી રહી છે. DYSPની આગેવાનીમાં 3 IPની ખાસ ટીમ હાલ તપાસ કરી રહી છે. હવે આ મામલે હવે ઝડપી તપાસ થવા તેવું લાગી રહ્યું છે. BZ અને નાવ સ્ટાર્ટ વે બંને પોંઝી સ્કીમને લઈને અત્યારે અનેક પ્રકારની વિગતો સામે આવી રહીં છે, અને તે મામલે કાર્યવાહી થવી અનિવાર્ય છે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે, IPS પરીક્ષિતા રાઠોડ BZ અને નાવ સ્ટાર્ટ વે બંને પોંઝી સ્કીમ મામલે કેવી તપાસ હાથ ધરે છે.

આ પણ વાંચો: Patan: ગુજરાતમાં ચંદન ઘુસાડનારો ‘પુષ્પા’ કોણ? આંધ્રપ્રદેશની પોલીસે પાટણમાંથી ઝડપ્યું લાલ ચંદન

Tags :
Advertisement

.

×