Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાવરકુંડલામા પાછલા 6 દાયકાથી દિવાળીની રાત્રીએ જામે છે ઇંગોરીયા યુદ્ધ, જાણો

દેશભરમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે. જ્યારે સાવરકુંડલામા પાછલા છ દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુદ્ધ જામે છે. જોકે હવે ઇંગોરિયાના વૃક્ષ ઘટતા તેનું સ્થાન કોકડાએ લીધું છે. સાવરકુંડલામા પાછલા છ દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુદ્ધ જામે છે. આ...
11:45 PM Nov 09, 2023 IST | Hardik Shah

દેશભરમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે. જ્યારે સાવરકુંડલામા પાછલા છ દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુદ્ધ જામે છે. જોકે હવે ઇંગોરિયાના વૃક્ષ ઘટતા તેનું સ્થાન કોકડાએ લીધું છે. સાવરકુંડલામા પાછલા છ દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુદ્ધ જામે છે. આ પરંપરા હજુ પણ જળવાઇ રહી છે. જોકે હવે ઇંગોરીયાના વૃક્ષ ઘટી ગયા હોય તેના સ્થાને યુવાનો કોકડાથી આ અનોખી આતીશબાજી કરે છે.

ઇંગોરીયાની આ લડાઇ જોવા દૂરદૂરથી લોકો સાવરકુંડલા ઉમટી પડે છે. ત્યારે આ ઈંગોરીયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે. તેના ચીકુ જેવા ફળને ઈંગોરીયુ કહેવામાં આવે છે. દિવાળી પહેલા એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઇંગોરીયા શોધી વૃક્ષ પરથી તોડી તેને સુકવી દે છે. ત્યારબાદ ઉપરથી છાલને ચપ્પુ વડે કાઢી તેમાં કાણું પાડી અંદરના ભાગે તેમાં દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. ત્યારબાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથી એ કાણું બંધ કરી દેવાય છે અને તેને સૂકવામાં આવે છે. અને ત્યારબાદ ઇંગોરીયું તૈયાર થઈ જાય છે. જેને દીવાળીની રાત્રીએ આવા હજારો તૈયાર થયેલા ઈંગોરીયાના થેલા ભરી લડાયકો આગનું યુદ્ધ રમવા તૈયાર થઈ જાય છે.

આ ઇંગોરીયાને સળગાવવા માટે કાથીની વાટ કે જામગરી વડે સળગાવાય સામ સામા સળગતા ઈંગોરીયા ફેંકવામાં આવે છે. સાવર અને કુંડલા એમ બે જૂથ વચ્ચે વહેચાયેલા લડવૈયા એકબીજા સામે સળગતા ઈંગોરીયા નાખીને ટોળીઓને દૂરદૂર સુધી ખસેડી દે છે. હાલમાં જેમ દાડમના ફુવારા નીકળે છે તેવા આગના ફુવારા સાથે ગોળીની જેમ દૂર સુધી રોકેટની જેમ જાય છે. આ રોમાંચિત લડાઈમાં આનંદ કીકીયારી નાસભાગ અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાય છે. કયારેક કોઈના કપડાં પણ દાજી જાય છે જો કે મોટું નુકસાન કે માથાકુટ થતી નથી કારણ કે આ નિર્દોષ રમત હોય છે. રાતના દસ વાગ્યાથી સવાર સુધી આ ઇંગોરીયાની લડાઈ ચાલે છે સમયના બદલાતા વહેણ સાથે આ ઈંગોરીયાની લડાઈમાં પણ પરિવર્તન થયું છે લડાઈનું નામ તો ઈંગોરીયાની લડાઈ જ રહ્યું છે.

હાલ ઇંગોરીયાના વૃક્ષો ઓછા થતા તેનું સ્થાન કોકડાએ લીધું છે આથી કોકડાને દારૂખાનું ભરી તૈયાર કરાઈ છે. માધ્યમો બદલાયા પરંતુ ઇંગોરીયાની આ અનોખી લડાઇ આજે પણ ચાલુ જ રહેશે અહી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે. આ અનોખી લડાઈને જોવા આજે પણ દૂર દૂર થી લોકો સાવરકુંડલા ખાતે આવે છે ને દિવાળીની રાત્રે સાવરકુંડલામાં ખેલાઈ છે દિલધડક ઇંગોરીયા યુદ્ધ.

આ પણ વાંચો - જુતે મારો, જુતે મારો નીતિશ કુમાર કો જુતે મારો, અંબાજીમાં ભાજપ દ્વારા નીતિશ કુમારના પૂતળાનું દહન કરાયું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DiwaliDiwali CelebrationDiwali nightFirecrackersGujarat FirstIngoriaSavarkundala
Next Article