Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે સરકારી હોસ્પિટલમાં સરળતાથી ઉપલબ્ધ બનશે સેવા-સુવિધાઓની માહિતી

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા હોસ્પિટલ અને પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન હેઠળ(HPCIM)ના પાયલટ પ્રોજેક્ટનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યું હતુ. આ મિશન હેઠળ આરોગ્યમંત્રીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દી અને સગાઓ માટે નવનિર્મિત બે હેલ્પ ડેસ્ક અને CSR હેઠળ મળેલ...
હવે સરકારી હોસ્પિટલમાં સરળતાથી ઉપલબ્ધ બનશે સેવા સુવિધાઓની માહિતી

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા હોસ્પિટલ અને પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન હેઠળ(HPCIM)ના પાયલટ પ્રોજેક્ટનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યું હતુ. આ મિશન હેઠળ આરોગ્યમંત્રીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દી અને સગાઓ માટે નવનિર્મિત બે હેલ્પ ડેસ્ક અને CSR હેઠળ મળેલ ત્રણ ગોલ્ફ કારનો શુભારંભ કરીને દર્દીઓની સેવામાં સમર્પિત કરી હતી.

Advertisement

24*7 હેલ્પ ડેસ્ક સેવા

દર્દી – કેન્દ્રીત આરોગ્ય સારવાર અને સંભાળની સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવા-સુવિધાઓની ઉપલબ્ધતા હોસ્પિટલમા આવતા દર્દી અને તેમના સગાઓને આ હેલ્પ ડેસ્ક અંતર્ગત 24*7 સરળતા થી ઉપલબ્ઘ કરાવવામાં આવશે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર અને ઓ.પી.ડી. સેન્ટરમાં રાઉન્ડ ધ ક્લોક આ હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યા છે.

Advertisement

  • દર્દી અને તેમના સગાઓની હોસ્પિટલમાં અવર-જવર માટે ગોલ્ફ કારનો પણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ ત્રણેય ગોલ્ફકાર એક સેવાભાવી સંસ્થા દ્વારા સી.એસ.આર. અંતર્ગત હોસ્પિટલમાં દર્દીઓના સેવાર્થે આપવામાં આવી છે.

હોસ્પિટલમાં મળતી સેવાની માહિતી સરળતાથી મળશે

મંત્રીશ્રી ઋષિકેશ પટેલે આ ત્રણેય સેવાઓને ખુલ્લી મુકતા જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સરકારી આરોગ્યસંસ્થાઓમાં ઉપલબ્ધ સેવા અને સુવિધાઓની સરળ ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં આવતા દર્દી અને તેમના સગાઓને હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓ, સુવિધાઓ અને મહત્વની તમામ માહિતી સરળતા અને સત્વરે ઉપલબ્ધ બને તે માટે હેલ્પ ડેસ્ક તેમજ વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓ હોસ્પિટલમાં હાથ ધરવામાં આવી છે.

Advertisement

93 જેટલી સંસ્થાઓમાં આ પ્રવૃતિઓ હાથ ધરાશે

પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન ગાંધીનગર થી શરૂ કરાયેલ પાયલટ પ્રોજેક્ટ બાદ રાજ્યની કુલ 93 જેટલી આરોગ્ય સંસ્થાઓમાં આ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે. રાજ્યની 6 સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ, 8 GMERS મેડિકલ કૉલેજ, 21 જિલ્લા હોસ્પિટલ અને 58 પેટા જિલ્લા હોસ્પિટલ મળીને કુલ 93 જેટલી હોસ્પિટલ અને કૉલેજમાં આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવનાર હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતુ.

અહેવાલ : સંજય જોષી, અમદાવાદ

આ પણ વાંચો : મહેસાણાના બોરિયાવીમાં બનશે સૈનિક સ્કૂલ, અમિત શાહે કર્યું ખાતમુહૂર્ત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.