ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના કિનારે માછીમારી કરતી બોટને રેસક્યૂ કરી
માંગરોળથી લગભગ 120 કિમી દુર 27 મે 2023ના રોજ રાત્રીના 11.45 કલાકે IND-TN-15-MM-5524 રજીસ્ટર્ડ નંબરની રોસન્ના નામની ભારતીય બોટના એન્જીનમાં ખામી સર્જાતા બોટ અધવચ્ચે દરિયે ફસાઈ હતી. જે અંગેની જાણકારી મેરિટાઈમ રેસ્ક્યૂ કો-ઓર્ડિનેશન સેન્ટર, મુંબઈ (MRCC) દ્વારા મેરિટાઈમ રેસક્યૂ સેન્ટર, પોરબંદરને આપી હતી.
ફસાયેલી હોડીને ખેંચીને કાંઠા સુધી લવાઈ
ભારતીય કોસ્ટગાર્ડનું શૂર શીપ જે ઓપરેશ્નલ પેટ્રોલિંગમાં હતું તે બોટને જરૂરી મદદ આપવા માટે પહોંચ્યું હતું. પાણીમાં એન્જીનની ખરાબ થતાં હોડીને ત્યાં જ રિપેર કરી શકાય તેવી શક્યતા નહોતી અને તેથી કોસ્ટ ગાર્ડના જહાજ શૂરે કઠીન હવામાનની સ્થિતિ અને તોફાની દરિયા વચ્ચે ફસાયેલી હોડીને વેરાવળ હાર્બર સુધી ખેંચી લાવી આગળના સમારકામ માટે સોંપી હતી.
આ પણ વાંચો : WEATHER UPDATE : અરબ સાગરમાં એક મોટું વાવાઝોડુ ઉદ્ભવશે! હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી મોટી આગાહી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.