Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'The Sabarmati Report' ફિલ્મ ગુજરાતમાં થઈ ટેક્સ ફ્રી, જાણો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું..

The Sabarmati Report ફિલ્મ જોયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે
 the sabarmati report  ફિલ્મ ગુજરાતમાં થઈ ટેક્સ ફ્રી  જાણો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું
Advertisement
  1. હવે ગુજરાતમાં પણ ફિલ્મ 'ધ સાબરમતી' ફિલ્મ થઇ ટેક્સ ફ્રી
  2. ગઇકાલે CM અને ગૃહ રાજ્યમંત્રીએ નિહાળી હતી આ ફિલ્મ
  3. 2002માં ગોધરામાં બનેલ ઘટના પર બની છે The Sabarmati Report ફિલ્મ

The Sabarmati Report: ભારતભરમાં અત્યારે ‘ધ સાબરમતી રિપોર્ટ’ના વખાણ થઈ રહ્યાં છે. ગઈ કાલે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રોડ્યુસર એકતા કપૂર અને અભિનેતા જિતેન્દ્ર સાથે ફિલ્મ જોઈ હતી. જો કે, મહત્વની વાત એ છે છે કે, આ ફિલ્મને હવે ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે, ફિલ્મ જોયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

Advertisement

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રીએ નિહાળી 'The Sabarmati Report'...

Advertisement

મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ નિહાળી

નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(HarshSanghvi)એ અમદાવાદમાં સિટી ગોલ્ડ સિનેમા ખાતે 'The Sabarmati Report' ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ફિલ્મની પ્રશંસા કરી હતી અને ફિલ્મ નિર્માતા અને સ્ટારકાસ્ટને બિરદાવ્યા હતા. આ અવસરે અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન, પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયા, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય અમિત શાહ, દિનેશ કુશવાહા, જિતેન્દ્ર પટેલ, રાજકીય અગ્રણી રત્નાકર જી, .એએમસીના પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:  Ahmedabad : શહેરમાં વધતી ગુનાખોરીને લઈ ગૃહ રાજ્યમંત્રી એક્શનમાં! કહ્યું - જે ગુના બન્યા તેમાં..!

વડાપ્રધાન મોદીએ પણ કર્યા છે ફિલ્મના ખુબ વખાણ

15 નવેમ્બરે આ ફિલ્મી રિલીઝ થઈ છે, જેના બાદ ભારતભરમાં અત્યારે તેના ખુબ જ વખાણ થઈ રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ ફિલ્મના ખુબ જ વખાણ કર્યાં છે. આ ફિલ્મમાં 2002 માં જે ગોધરા કાંડ થયો હતો. જેમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને સળગાવી દેવામાં આવી હતી અને તેમાં અનેક લોકોએ જીવત ભડથું થયા હતાં. તે બાબતે આ ફિલ્મમાં ચર્ચા કરવામાં આવી છે.

Tags :
Advertisement

Trending News

.

×