GONDAL : પરણિતા પર આચરેલા દુષ્કર્મની ઘટનામાં આરોપીઓ જેલ હવાલે
ગોંડલમાં પતિની ગેરહાજરીમાં હેવાન બનીને આવેલા પતિના બે મિત્રોએ પરણિતા પર આચરેલા દુષ્કર્મની ઘટનામા ગણતરીની કલાકોમાં ઝડપાયેલા બન્ને નરાધમો જેલ હવાલે થયા હતા.રવિવાર રાત્રે ત્રીસ વર્ષીય મહીલાનો પતિ બહાર હતો ત્યારે એકલતાનો લાભ લઈ પતિના મિત્ર ભગવતપરામાં રહેતા ભાવેશ ઉર્ફ કાળુ જીતેશભાઇ વાઘેલા તથા મયુર અશોકભાઈ રાઠોડે મહીલાને ધાકધમકી આપી બન્ને નરાધમોએ દુષ્કર્મ ગુજાર્યુ હતુ.
બાદમાં બન્ને નાસી ભાગ્ય ગયા હતા.પતિ ઘરે આવતા પત્નીએ દુષ્કર્મ અંગેની જાણ કરતા સમગ્ર ઘટના પોલીસ મથકે પહોચી હતી.એ ડીવીઝન પીઆઇ.ડામોરે તુરંત તપાસના ચક્રો ગતિમાન કરી બન્ને નરાધમોને સાંઢવાયાથી જડપી લઇ કાર્યવાહી કરી હતી. આ દરમ્યાન બન્નેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલ હવાલે કરતો હુકમ કર્યો હતો.
થોડા સમય બાદ તેનો પતિ ઘરે આવતા પરિણીતાએ સમગ્ર હકીકત જણાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, અને પોલીસે આઈપીસી કલમ 376 ડી, 327, 114 મુજબ ગુનો નોંધી પરિણીતાને મેડિકલ ચેકઅપ માટે પ્રથમ ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. દુષ્કર્મની ઘટના બની હતી ત્યારે પરિણીતાનો પાંચ વર્ષનો પુત્ર ઘરમાં સૂતો હતો અને પતિના મિત્રો હેવાન બની પરિણીતા પર તૂટી પડ્યા હતા.