Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : પરણિતા પર આચરેલા દુષ્કર્મની ઘટનામાં આરોપીઓ જેલ હવાલે

ગોંડલમાં પતિની ગેરહાજરીમાં હેવાન બનીને આવેલા પતિના બે મિત્રોએ પરણિતા પર આચરેલા દુષ્કર્મની ઘટનામા ગણતરીની કલાકોમાં ઝડપાયેલા બન્ને નરાધમો જેલ હવાલે થયા હતા.રવિવાર રાત્રે ત્રીસ વર્ષીય મહીલાનો પતિ બહાર હતો ત્યારે એકલતાનો લાભ લઈ પતિના મિત્ર ભગવતપરામાં રહેતા ભાવેશ...
gondal   પરણિતા પર આચરેલા દુષ્કર્મની ઘટનામાં આરોપીઓ જેલ હવાલે

ગોંડલમાં પતિની ગેરહાજરીમાં હેવાન બનીને આવેલા પતિના બે મિત્રોએ પરણિતા પર આચરેલા દુષ્કર્મની ઘટનામા ગણતરીની કલાકોમાં ઝડપાયેલા બન્ને નરાધમો જેલ હવાલે થયા હતા.રવિવાર રાત્રે ત્રીસ વર્ષીય મહીલાનો પતિ બહાર હતો ત્યારે એકલતાનો લાભ લઈ પતિના મિત્ર ભગવતપરામાં રહેતા ભાવેશ ઉર્ફ કાળુ જીતેશભાઇ વાઘેલા તથા મયુર અશોકભાઈ રાઠોડે મહીલાને ધાકધમકી આપી બન્ને નરાધમોએ દુષ્કર્મ ગુજાર્યુ હતુ.

Advertisement

બાદમાં બન્ને નાસી ભાગ્ય ગયા હતા.પતિ ઘરે આવતા પત્નીએ દુષ્કર્મ અંગેની જાણ કરતા સમગ્ર ઘટના પોલીસ મથકે પહોચી હતી.એ ડીવીઝન પીઆઇ.ડામોરે તુરંત તપાસના ચક્રો ગતિમાન કરી બન્ને નરાધમોને સાંઢવાયાથી જડપી લઇ કાર્યવાહી કરી હતી. આ દરમ્યાન બન્નેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલ હવાલે કરતો હુકમ કર્યો હતો.

આરોપી થયા જેલ હવાલે

આરોપી થયા જેલ હવાલે

Advertisement

શુ હતો ઘટના ક્રમ
ગોંડલ શહેરના હાર્દસમા વિસ્તારમાં સાંજના 10:30 વાગ્યાના સુમારે ભગવતપરા વિસ્તારમાં રહેતા ભાવેશ વાઘેલા અને મયુર રાઠોડ નામના બે શખ્સો તેના મિત્રના ઘરે બેસવા ગયા હતા. બાદમાં ત્રણેય ત્યાંથી નીકળી ગયા હતા, ત્યારબાદ પરિણીતાનો પતિ ચા અને નાસ્તો કરવા જતા ભાવેશ અને મયુરે પરિણીતાના ઘરે પરત આવી બળજબરીપૂર્વક પહેલા ભાવેશે અને બાદમાં મયુરે દુષ્કર્મ આચર્યું હતું.

થોડા સમય બાદ તેનો પતિ ઘરે આવતા પરિણીતાએ સમગ્ર હકીકત જણાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, અને પોલીસે આઈપીસી કલમ 376 ડી, 327, 114 મુજબ ગુનો નોંધી પરિણીતાને મેડિકલ ચેકઅપ માટે પ્રથમ ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. દુષ્કર્મની ઘટના બની હતી ત્યારે પરિણીતાનો પાંચ વર્ષનો પુત્ર ઘરમાં સૂતો હતો અને પતિના મિત્રો હેવાન બની પરિણીતા પર તૂટી પડ્યા હતા.

અહેવાલ -  વિશ્વાસ ભોજાણી 
Advertisement
Tags :
Advertisement

.