Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્ટ્રીટ લાઇટના અજવાળે ભણતા બાળકોના જીવનમાં શિક્ષકોએ પાથર્યો ઉજાસ

અહેવાલઃ રાબિયા સાલેહ,સુરત  સુરત શહેરમાં સ્ટ્રીટલાઇટ નીચે ભણતા વિદ્યાર્થીઓના ઘરે શિક્ષકોએ સોલાર સિસ્ટમ લગાવી આપી છે, જોવા મળી રહ્યું છે, ગોડાદરાની ડો. અબ્દુલ કલામ શાળાના શિક્ષકોએ પૈસા ભેગા કરી ખેત મજુરોના અંધકારભર્યા ઝુંપડામાં પ્રકાશ પાથરી દીધો છે. હવે અહીં રહેતા...
સ્ટ્રીટ લાઇટના અજવાળે ભણતા બાળકોના જીવનમાં શિક્ષકોએ પાથર્યો ઉજાસ

અહેવાલઃ રાબિયા સાલેહ,સુરત 

Advertisement

સુરત શહેરમાં સ્ટ્રીટલાઇટ નીચે ભણતા વિદ્યાર્થીઓના ઘરે શિક્ષકોએ સોલાર સિસ્ટમ લગાવી આપી છે, જોવા મળી રહ્યું છે, ગોડાદરાની ડો. અબ્દુલ કલામ શાળાના શિક્ષકોએ પૈસા ભેગા કરી ખેત મજુરોના અંધકારભર્યા ઝુંપડામાં પ્રકાશ પાથરી દીધો છે. હવે અહીં રહેતા શ્રમિકોના સંતાનો સ્ટ્રીટ લાઇટ નીચે બેસીને ભણવા માટે મજબૂર નથી રહ્યા પરંતુ પોતાના ઘરમાંજ સોલાર સિસ્ટમથી મળેલા ઉજાસમાં ભણી શકે છે.

Advertisement

ગોડાદરાની સ્કૂલમાં અલગ-અલગ ધોરણમા દેવીપૂજક સમાજના વિક્રમ વિજયભાઈ, પૂનમ વિજયભાઈ સીમા વિજયભાઈ અભ્યાસ કરે છે,બાળકોનો અભ્યાસ અંધકારમાં ખોરવાતો લાગતા આ શાળાના શિક્ષકોએ તેમના ઘર ની મુલાકાત લીધી હતી,અને બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે શિક્ષકો દ્વારા અનોખો પ્રયાસ કરાયો હતો, અને તેમના ઘરે સોલાર સિસ્ટમ લગાવી આપી હતી.. આ પરિવાર પરવત પાટીયા વિસ્તારમાં આવેલા એક ખેતરમાં બનાવેલા ઝૂંપડામાં રહે છે. જ્યાં લાઇટ ની વ્યવસ્થા ન હતી,એવું સામે આવ્યું હતું કે આ ઝૂંપડામાં રહેતા પરિવારના ત્રણ બાળકો સ્કુલનું લેશન અને અન્ય અભ્યાસ સ્ટ્રીટ લાઈટના ઉજાસમાં કરે છે, જેથી શાળાના શિક્ષકોએ સાથે મળીને આ ઝૂંપડામાં સોલાર સિસ્ટમ લગાવી આપી ઉજાસ પાથરવાનું કામ કર્યુ. હાલમાં આ વિદ્યાથીઓ ધોરણ ૬ ની પરીક્ષા સારા માર્કે પાસ કરીને ધોરણ સાતમાં આવ્યા છે તેથી ક્લાસ ટીચર હસમુખભાઈ વિદ્યાથીઓની સ્થિતિ અંગે આચાર્ય દીપક ત્રિવેદી અને અન્ય એક શિક્ષક ને વાત કરી હતી.

Advertisement

પરિવારના બાળકો ભણવામાં ખુબજ હોંશિયાર હોવાથી શિક્ષકોને તેમને આગળ લાવવામાં વિશેષ રૂચિ હતી.તેમની ગરીબીની અને તેઓ સ્ટ્રીટ લાઇટમાં અભ્યાસ કરતા હોવાની વાતો સ્કૂલમાં વહેતી થતા શિક્ષકોએ પોતાના ખર્ચે આ ગરીબ વિદ્યાર્થીઓના ઘરે સોલાર પેનલ લગાવવા નો નિર્ણય કર્યો હતો,શિક્ષકોએ એસ્ટીમેન્ટ કઢાવતા ૧૫ હજાર જેટલો ખર્ચ થાય તેમ જાણ્યું હતું. શિક્ષકોએ ભેગા મળી થોડા-થોડા પૈસા કાઢી ખેત મજુરના ઝુંપડામાં સોલાર પેનલ લગાવવાની કામગીરી આશિષભાઈ ધાનાણી નામના વ્યક્તિને સોંપી હતી. પાલિકાની શાળાના શિક્ષકોની આ ભાવના જોઈને આશિષભાઈ ધાનાણીએ પંદર હજાર નહીં પરંતુ ૮ હજારમાં જ પેનલ ફીટ કરીને આ સેવાયજ્ઞમાં પોતાનું પણ યોગદાન આપ્યું હતુ. આમ સરકારી સ્કુલના શિક્ષકોની સારી ભાવનાના કારણે એક ખેત મજુરના ઝુંપડામાં રહેતા વિદ્યાથીઓ સ્ટ્રીટ લાઈટના બદલે સોલાર પેનલના પ્રકાશમાં અભ્યાસ કરવા સક્ષમ બન્યા છે, અને આ વિદ્યાર્થીઓ અભ્યાસમાં અગ્રેસર હોવાથી આ શાળાના શિક્ષકોએ તેમને ભવિષ્યમાં પણ મદદરૂપ થવા માટે તૈયારી બતાવી છે.

માતા-પિતા પછી શિક્ષક જ એક એવી વ્યક્તિ હોય છે જે પોતાના કરતા તેમના વિધાર્થીઓ આગળ વધે એવી અપેક્ષા રાખે છે. ગોડાદરા વિસ્તારની ડો અબ્દુલ કલામ શાળાના શિક્ષકોએ ગરીબ બાળકોના ઝૂંપડામાં સોલાર સિસ્ટમ લગાવી તેમના ઘરમાંજ નહીં જીવનમાં પણ ઉજાસ પાથરવાનું કામ કર્યુ છે.

Tags :
Advertisement

.