Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં યુવતીને સોશિયલ મીડિયામાં મિત્રતા કરવી પડી ભારે, યુવકે પડાવ્યા રૂપિયા

અહેવાલ : આનંદ પટણી સુરત શહેરમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક કિશોરી ઇન્સ્ટાગ્રામમાં થયેલી મૈત્રીના કારણે બ્લેકમેઈલ થતી હતી. જેના કારણે કિશોરીએ ઘરમાં ચોરી કરવી પડી હતી. જો કે માતાને ખબર પડતાં સમગ્ર ભાંડો...
સુરતમાં યુવતીને સોશિયલ મીડિયામાં મિત્રતા કરવી પડી ભારે  યુવકે પડાવ્યા રૂપિયા

અહેવાલ : આનંદ પટણી

Advertisement

સુરત શહેરમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક કિશોરી ઇન્સ્ટાગ્રામમાં થયેલી મૈત્રીના કારણે બ્લેકમેઈલ થતી હતી. જેના કારણે કિશોરીએ ઘરમાં ચોરી કરવી પડી હતી. જો કે માતાને ખબર પડતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

તમને જણાવી દઈએ ક, સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રેહતી અને ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની માતાના ફોનમાં ઘણા સમયથી ઈન્સ્ટાગ્રામ વતરપતી હતી. ઈન્સ્ટાગ્રામ થકી તેનો સંપર્ક એક યુવક સાથે થયો હતો. યુવક અને કિશોરી બંને વચ્ચે ઓનલાઈન જ ઈન્સ્ટાગ્રામ થકી મિત્રતા થઈ હતી. મિત્રતા બાદ બંને રોજ ઇન્સ્ટાગ્રામ ઉપર વાતચીત કરતા હતા. વાતચીત દરમિયાન યુવકે એક દિવસ આ કિશોરીને મળવા માટે બોલાઈ હતી ત્યારે સ્વાભાવિક બંને વચ્ચે એક ચુંબન કરવામાં આવ્યું હતું. ચુંબન કરતા સમયે યુવક દ્વારા કિશોરીનો ફોટો પાડી લેવામાં આવ્યો હતો તે બાદ આ ફોટો બતાવીને યુવક દ્વારા યુવતીનું વારંવાર બ્લેકમેઈલિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

મહત્વનું છે કે, કિશોરીને યુવક દ્વારા સતત ફોનમાં પાડેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. આ યુવકે ફોટો વાયરલ ન કરવા માટે કિશોરી પાસે રૂપિયાની માંગણી કરી હતી. કિશોરી પોતાના ફોટો વાયરલ થવાના ડરે અત્યાર સુધીમાં 50 હજાર જેટલા રૂપિયા યુવકને આપ્યા હતા. જો કે પછી પણ યુવકની રૂપિયાની ભૂખ સંતોષાઈ નહોતી.

વધુ માલતિ જાણકારી અનુસાર, તે એક દિવસ રૂપિયા માંગવા માટે કિશોરીના ઘરે પહોંચી ગયો હતો. ત્યારે કિશોરીના માતાને સમગ્ર માહિતી જાણવા મળી હતી. ઘરેથી ભગાડ્યા બાદ યુવકનો ભાઈ આવીને દાદાગીરી કરવા લાગ્યો હતો. આ કારણે યુવતીના પરિવારે યુવક અને તેના ભાઈ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક અને તેના ભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ કિસ્સા પરથી માતા-પિતાએ પણ એટલા માટે ચેતવા જેવું છે કે આપનો મોબાઈલ આપના બાળકો ઉપયોગ કરે છે ત્યારે તેઓ મોબાઈલનો સદુપયોગ કરે છે કે દુરુપયોગ તે જોવું જરૂરી છે નહીં તો આ કિશોરીની જેમ તમારૂં બાળક પણ કોઈની જાળમાં ફસાઈ જશે.

આ પણ વાંચો : અંબાજી મંદિરમાં લગ્ન કંકોત્રી ચઢાવનાર નવદંપતીને મા અંબાના આશીર્વાદ રૂપે શુભેચ્છા કીટ આપવામાં આવી

Tags :
Advertisement

.