Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal : અહો વૈચિત્ર્યમ...વળાંક પાસે જ ગતિમાં રહો, સલામત રહો એવા સાઈન બોર્ડ

Panchmahal : Panchmahal જિલ્લામાં દેવગઢ બારિયાથી કાંટુ થઈ ઘોઘંબા, પાવાગઢ, હાલોલ અને વડોદરાને જોડતાં મુખ્ય માર્ગ ઉપર તંત્રની બેદરકારીનો નમુનો સામે આવ્યો છે. પંચમહાલ (Panchmahal ) જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા રામેશરા અને માલુ ગામ પાસે આવેલા યુ ટર્ન જેવા વળાંક...
panchmahal   અહો વૈચિત્ર્યમ   વળાંક પાસે જ ગતિમાં રહો  સલામત રહો એવા સાઈન બોર્ડ

Panchmahal : Panchmahal જિલ્લામાં દેવગઢ બારિયાથી કાંટુ થઈ ઘોઘંબા, પાવાગઢ, હાલોલ અને વડોદરાને જોડતાં મુખ્ય માર્ગ ઉપર તંત્રની બેદરકારીનો નમુનો સામે આવ્યો છે. પંચમહાલ (Panchmahal ) જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા રામેશરા અને માલુ ગામ પાસે આવેલા યુ ટર્ન જેવા વળાંક પાસે તંત્ર દ્વારા સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા છે જેમાં ગંભીર પ્રકારની ક્ષતિ સાથે બેદરકારી જોવા મળી રહી છે. મુખ્ય માર્ગના વળાંક પાસે જ ગતિમાં રહો, સલામત રહો એવા સાઈન બોર્ડ જોવા મળી રહ્યા છે. જો અહીંથી પસાર થતા વાહન ચાલકો આરટીઓ ના નિયમ મુજબ મૂકવામાં આવતા સૂચનના બોર્ડને અનુંસરી પોતાનું વાહન ચલાવે તો જરૂર અહીં અકસ્માત સર્જાય એમાં બે મત નથી !!

Advertisement

સૂચક બોર્ડમાં વળાંક પાસે જ ગતિમાં રહો સલામત રહો એવા લખાણ વાળા બોર્ડ મૂકવામાં આવ્યા

પંચમહાલના તંત્રએ જ ટ્રાફિકના નિયમોની વ્યાખ્યા બદલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જાહેર મુખ્ય માર્ગો પર સાવચેતીના ભાગરૂપે કે વાહન ચાલકોના સૂચન માટે સૂચન બોર્ડ લગાવવામાં આવતા હોય છે ત્યારે આ બોર્ડમાં મોટા પાયે છબરડા જોવા મળી રહ્યા છે. આવા બોર્ડથી વાહન ચાલકોમાં અસમંજસ જોવા મળી રહી છે. કાંટુથી ઘોઘંબા અને જોડતા મુખ્ય માર્ગ ઉપર માલુ અને રામેશરા ગામ પાસે આવેલા બે વળાંકમાં મૂકવામાં આવેલા સૂચક બોર્ડમાં વળાંક પાસે જ ગતિમાં રહો સલામત રહો એવા લખાણ વાળા બોર્ડ મૂકવામાં આવ્યા છે જેના ઉપરથી શું સમજવું એ જ ખ્યાલ આવી શકતો નથી કેમ કે જો વાહન ચાલક પોતે અહીં ગતિમાં પોતાનું વાહન ચલાવે તો સલામત કેવી રીતે રહી શકે એ પણ એક વિચારવા જેવી બાબત છે .

Advertisement

જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનું નિરીક્ષણ કરવામાં આવ્યું નથી

ગંભીર પ્રકારના આ છબરડા અંગે જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનું નિરીક્ષણ કરવામાં આવ્યું નથી અથવા તો જો આ બાબતની જાણ હોય તો એ પ્રત્યે દુર્લક્ષતા સેવવામાં આવી રહી છે એમ ઉલ્લેખવું પણ અતિશયોક્તિ ના કહી શકાય !! જવાબદાર તંત્રના અધિકારીઓ દ્વારા સમયસર વહેલી તકે આ સાઈન બોર્ડમાં થયેલી ગંભીર ક્ષતિને સુધારવામાં આવે એ ખૂબ જ જરૂરી જણાઇ રહ્યું છે .ઉલ્લેખનીય છે કે કદાચ આ સાઈડ બોર્ડમાં ગતિ મર્યાદામાં રહો, સલામત રહો એવું લખાણ હોવાની શક્યતાઓને પણ નકારી શકાય એમ નથી. ત્યારે માર્ગ મકાન વિભાગ કે અન્ય સલગ્ન જવાબદારો દ્વારા આ બોર્ડના કરાયેલા લખાણ ને ચકાસવામાં આવ્યું હતું કે કેમ અને જો ચકાસવામાં આવ્યું હોય અને બોર્ડ બનાવનાર દ્વારા જો આ ભૂલ કરવામાં આવી હોય તો તેની સામે પણ પગલા ભરવામાં આવે એ પણ અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે.

Advertisement

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો------ Panchmahal : રાજગઢ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે કરાઈ આ ખાસ વ્યવસ્થા

આ પણ વાંચો----- PANCHMAHAL : બદલાતા વાતાવરણની અસર મહુડાના ફૂલ પર થતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ

Tags :
Advertisement

.