ગોંડલમાં એસ.ટીના ડ્રાઈવરોની દબંગગીરી સામે આવી
એસ.ટી.તંત્ર માટે જાણે ગોંડલ અણગમતુ હોય તેમ ધારાસભ્ય ની ધારદાર રજૂઆતો અને ડીવીઝન ના અધિકારીઓ ની સુચનાઓ છતા બસ નાં પેધી ગયેલા ડ્રાઇવર કંડક્ટરો ગોંડલ ને બાયપાસ કરી રહ્યા ની અને ગોંડલ પ્રત્યે તુમાખી દાખવતા હોવાની ઘટનાઓ સામે આવી છે....
11:52 AM May 23, 2023 IST
|
Hiren Dave
એસ.ટી.તંત્ર માટે જાણે ગોંડલ અણગમતુ હોય તેમ ધારાસભ્ય ની ધારદાર રજૂઆતો અને ડીવીઝન ના અધિકારીઓ ની સુચનાઓ છતા બસ નાં પેધી ગયેલા ડ્રાઇવર કંડક્ટરો ગોંડલ ને બાયપાસ કરી રહ્યા ની અને ગોંડલ પ્રત્યે તુમાખી દાખવતા હોવાની ઘટનાઓ સામે આવી છે. તાજેતર મા જ ધારાસભ્ય ગીતાબા જાડેજાએ એ કોઈ પણ કારણ વગર અંદાજે બસ્સો થી વધુ એસ.ટી બસો ગોંડલ સ્ટોપ કરવાને બદલે બાયપાસ થતી હોય એસ.ટી તંત્ર ના અન્યાય અંગે વાહનવ્યવહાર મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજુઆતો કરી હતી.જેને પગલે રાજકોટ ડીવીઝન ના નિયામક દ્વારા તમામ બસ ને ગોંડલ સ્ટોપ આપવા જેતે ડીવીઝન અને ડેપો મેનેજર ને જણાવાયુ હતુ.
તેમ છતા આ સુચના ને ઘોળી ને પી ગયેલા કેટલાક પેધી ગયેલા ડ્રાઇવર કંડક્ટરો એ પેસેન્જરો સાથે તુમાખી દાખવી હતી.ગોંડલ રહેતા અને જેતપુર કારખાનુ ચલાવતા જશ્મીનભાઇ ધડુક ગોંડલ થી રોજીંદા અપડાઉન કરે છે.બે દિવસ પહેલા જેતપુર થી ગોંડલ આવવા જામજોધપુર રાજકોટ લોકલ બસ મા તેઓ બેઠા ત્યારે મહીલા કંડક્ટર દ્વારા ગોંડલ સ્ટોપ નથી તેવુ કહેતા જશ્મીનભાઇ એ દલીલો કરી ધારાસભ્ય ની રજુઆત તથા ઉચ્ચ અધિકારીઓ ની સુચના ની વાત કરતા બન્ને વચ્ચે શાબ્દિક ટપાટપી થતા બસ ના ડ્રાઇવર ત્યા પંહોચી ગોંડલ પાકિસ્તાન મા છે ત્યા બસ ઉભી નહી જ રહે તેવુ કહી રોફ દાખવતા જશ્મીનભાઇ એ બસ ના ફોટા પાડવા પ્રયત્ન કરતા ગિન્નાયેલા ડ્રાઇવરે તુ મારો પણ ફોટો પાડી લે, હુ કોઈ થી બીતો નથી તેવુ કહ્યુ હતુ. અને લોકલ બસ હોવા છતા ગોંડલ ઉભી રાખી ના હતી.
ડ્રાઇવર ની તુમાખી થી ડઘાયેલા જશ્મીનભાઇ એ ગોંડલ આવી ધારાસભ્ય કાર્યાલયે બનાવ અંગે જાણ કરી ડ્રાઇવર બેઇઝ નં.18651કંડક્ટર બેઇઝ નં.585 સહિત માહીતી આપતા કાર્યાલય મા હાજર નગર પાલીકાના દંડક રાજેન્દ્રસિંહ જાડેજાએ રાજકોટ તથા જુનાગઢ ડીવીઝન ના નિયામકો ને ગોંડલ પ્રત્યે ઓરમાયા વર્તન અંગે અને ડ્રાઇવર કંડક્ટરો ની તુમાખી અંગે ટેલીફોન દ્વારા ઉગ્ર રજુઆત કરી પગલા લેવા જણાવ્યુ હતુ.દરમિયાન અધિકારીઓ એ એક ટીમ દ્વારા ગોંડલ ની આશાપુરા તથા જામવાડી ચોકડીએ ચેકિંગ હાથ ધરી ગોંડલ નહી થોભતી બસ અંગે પગલા લેવાશે તેવી ખાત્રી આપી હતી.હવે ડીવીઝન ના અધિકારીઓ ની ખાત્રીને પણ રીઢા કંડક્ટર ડ્રાઇવરો ઘોળી ને પી જશે કે કેમ તેવા સવાલો ઉઠ્યા છે.
અહેવાલ -વિશ્વાસ ભોજાની ,ગોંડલ
Next Article