MANN KI BAAT ના 112 માં એપિસોડમાં PM MODI એ કહી આ અગત્યની વાત, વાંચો અહેવાલ
વડાપ્રધાન મોદી વિશેષ મુદ્દાઓ વિશે પોતાની મનની વાત દેશવાસીઓ સામે રાખવા માટે MANN KI BAAT પ્રોગ્રામનું આયોજન કરતા હોય છે. આજરોજ PM MODI એ MANN KI BAAT ના 112 માં એપિસોડમાં દેશવાસીઓનું સંબોધન કર્યું હતું. આ એપિસોડમાં તેમણે વિવિધ મુદ્દાઓ ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, MANN KI BAAT કાર્યક્રમ 11 વિદેશી ભાષાઓ ઉપરાંત 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. ચાલો જાણીએ આ એપિસોડમાં કયા અગત્યના મુદ્દા ઉપર PM MODI એ કરી હતી ચર્ચા
PM MODI એ MANAS હેલ્પલાઇનનો ઉપયોગ કરવા કરી વિનંતી
PM MODI એ આ એપિસોડમાં ડ્રગ્સ વિશેની સમસ્યા અંગે ખાસ કરીને વાત કરી હતી. તેમણે હતું કે જો કોઇની પાસે ડ્રગ્સ સંબંધિત અન્ય કોઇ માહિતી હોય તો તે હેલ્પલાઇન નંબર પર ફોન કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાથે શેર કરી શકે છે. આ શેર કરેલી માહિતીને ગુપ્ત રખાશે. હું ભારતને ડ્રગ્સ ફ્રી બનાવવા સાથે સંકળાયેલા તમામ લોકોને, તમામ પરિવારોને, તમામ સંસ્થાઓને MANAS હેલ્પલાઇનનો સંપૂર્ણ ઉપયોગ કરવા વિનંતી કરૂ છું. સરકારે એક વિશેષ કેન્દ્ર ખોલ્યું છે, જેનું નામ છે માનસ ડ્રગ્સ સામેની લડાઇમાં આ એક મોટું પગલું છે. માનસની હેલ્પલાઇન અને પોર્ટલ કેટલાક દિવસો પહેલા શરુ કરાયુ છે અને સરકારે ટોલ ફ્રી નંબર 1933 પણ જાહેર કર્યો છે.આ નંબર પર કોલ કરીને કોઇપણ વ્યક્તિ જરૂરી સલાહ મેળવી શકે છે અથવા સંબંધિત માહિતી મેળવી શકે છે.
PM MODI એ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ જીતનારા ભારતીય વિદ્યાર્થીઓ સાથે કરી વાત
In the International Mathematics Olympiad, our students have performed exceptionally well. #MannKiBaat pic.twitter.com/6UClVrhIIO
— PMO India (@PMOIndia) July 28, 2024
વધુમાં આગળ જતાં PM MODI એ આ એપિસોડમાં આંતરરાષ્ટ્રીય મેથેમેટિકલ ઓલિમ્પિયાડ જીતનારા ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.વિદ્યાર્થી સાથે વાતચીત કરતા કહ્યું હતુ કે, થોડા દિવસ પહેલા જ મેથ્સની દુનિયામાં એક ઓલિમ્પિયાડનું આયોજન થયું. આ ઓલિમ્પિયાડમાં ભારતીય વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં અમારી ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું અને ચાર ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. વધુમાં કહ્યું હતુ કે ઇન્ટરનેશનલ મેથ્સ ઓલિમ્પિયાડમાં 100થી વધુ દેશના યુવા સ્પર્ધકો ભાગ લે છે અને અમારી ટીમે ટોચના પાંચ દેશમાં સફળતાપૂર્વક સ્થાન મેળવ્યું છે.
TIGER DAY વિશે પણ કરી ખાસ ટિપ્પણી
Praiseworthy tiger conservation efforts from across the country. #MannKiBaat pic.twitter.com/BEJfv0UNMJ
— PMO India (@PMOIndia) July 28, 2024
આવતી કાલે વિશ્વભરમાં TIGER DAY ની ઉજવણી થવાની છે. તેના અંગે પણ વાત કરતાં PM MODI એ MANN KI BAAT ના આ એપિસોડમાં કહ્યું કે - આવતીકાલે સમગ્ર વિશ્વમાં ટાઇગર ડેની ઉજવણી કરવામાં આવશે. આ આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ રહ્યો છે. વાઘ સાથે જોડાયેલી વાતો આપણે બધાએ સાંભળી છે. આપણા દેશમાં એવા ઘણા ગામો છે જ્યાં માનવી અને વાઘ વચ્ચે કોઈ સંઘર્ષ નથી, પરંતુ જ્યાં આવી પરિસ્થિતિઓ બને છે ત્યાં પણ વાઘના સંરક્ષણ માટે પ્રયાસો કરવામાં આવે છે. કુલહાડી બંધ પંચાયત આનો એક ભાગ છે. રણથંભોરથી શરૂ થયેલું આ અભિયાન રસપ્રદ છે. સ્થાનિક લોકોએ પ્રતિજ્ઞા લીધી છે કે તેઓ જંગલો કાપશે નહીં, આ વાઘ માટે વધુ સારું વાતાવરણ બનાવી રહ્યું છે.
સમગ્ર દેશમાં આવા પ્રયાસો થઈ રહ્યા છે. વાઘના સંરક્ષણમાં લોકભાગીદારી ખૂબ જ ઉપયોગી છે. આ કારણે વાઘની વસ્તી દર વર્ષે વધી રહી છે. વિશ્વના 70 ટકા વાઘ આપણા દેશમાં છે. તેથી જ આપણા દેશના વિવિધ ભાગોમાં વાઘના અભયારણ્ય ઘણા છે. આપણા દેશમાં જંગલ વિસ્તાર પણ ઝડપથી વધી રહ્યો છે. એક પેડ મા કે નામ કાર્યક્રમ હેઠળ દેશભરમાંથી લોકો જોડાઈ રહ્યા છે. આ અંતર્ગત ઈન્દોરમાં એક જ દિવસમાં 2 લાખથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા. તમારે પણ આ અભિયાનમાં જોડાવું પડશે અને સેલ્ફી લેવી પડશે અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી પડશે.
હર ઘર તિરંગા એક અનોખો તહેવાર - PM MODI
The #HarGharTiranga campaign has become a unique festival in upholding the glory of the Tricolour. #MannKiBaat pic.twitter.com/V1bIdDnIHH
— PMO India (@PMOIndia) July 28, 2024
હવે થોડા જ દિવસોમાં 15 મી AUGUST આવી રહી છે. તેના અંગે પણ વાત કરતાં PM MODI એ હર ઘર તિરંગા વિશે કહ્યું હતું કે - 15મી ઓગસ્ટમાં હર ઘર તિરંગા અભિયાન પણ તેની સાથે જોડાયેલું છે. છેલ્લા કેટલાક સમયથી લોકોમાં આ માટેનો ઉત્સાહ વધુ જોવા મળી રહ્યો છે. તમે જોયું હશે કે જ્યારે એક ઘર પર તિરંગો લહેરાવે છે તો બીજા ઘરો પર પણ તિરંગો દેખાવા લાગે છે. આ એક અનોખો તહેવાર બની ગયો છે. આ વર્ષે પણ તમારે તિરંગા સાથે તમારી સેલ્ફી અપલોડ કરવી પડશે. આ સિવાય તમારે તમારા સૂચનો 15 ઓગસ્ટ પહેલા મોકલવાના રહેશે. તમે My Gov અથવા Namo એપ પર પણ સૂચનો મોકલી શકો છો. હું 15 ઓગસ્ટના રોજ મારા સંબોધનમાં આ સૂચનોને આવરી લેવાનો પ્રયાસ કરીશ. આ ઉપરાંત આગામી તહેવારો માટે પણ શુભકામનાઓ આપી હતી.
આ પણ વાંચો : ગુજરાત, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગએ આપી ચેતવણી