Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધોરાજીમાં ધારાસભ્ય વિરુદ્ધ ગુમ થયાના પોસ્ટર લાગતાં ચકચાર

ધોરાજીમાં રોડ રસ્તા કાદવ-કીચડ વચ્ચે અત્યંત કંડમ બની જતાં અને અનેક વખતની રજૂઆતો પછી સંબંધિત તંત્રએ આંખ આડા કાન કર્યા છે. બીજી બાજુ ચોમાસા દરમિયાન ધોવાયેલા રસ્તાઓ બાબતે યોગ્ય કરાવવાને બદલે સ્થાનિક ધારાસભ્ય ભેદી સંજોગોમાં ગુમ થયાના ઠેર ઠેર કોઈએ...
ધોરાજીમાં ધારાસભ્ય વિરુદ્ધ ગુમ થયાના પોસ્ટર લાગતાં ચકચાર

ધોરાજીમાં રોડ રસ્તા કાદવ-કીચડ વચ્ચે અત્યંત કંડમ બની જતાં અને અનેક વખતની રજૂઆતો પછી સંબંધિત તંત્રએ આંખ આડા કાન કર્યા છે. બીજી બાજુ ચોમાસા દરમિયાન ધોવાયેલા રસ્તાઓ બાબતે યોગ્ય કરાવવાને બદલે સ્થાનિક ધારાસભ્ય ભેદી સંજોગોમાં ગુમ થયાના ઠેર ઠેર કોઈએ ઠેર ઠેર પોસ્ટર લગાવી દીધા છે. જે બાદ સ્થાનિક રાજકારણમાં ભર ચોમાસે ગરમાવો આવ્યાનું જોવા અને જાણવા મળે છે.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ ધોરાજી (Dhoraji) માં વરસાદને કારણે ધોવાયેલ રસ્તાથી ત્રસ્ત પ્રજાએ ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા વિરુદ્ધ પોસ્ટર લગાવી અને રોષ ઠાલવ્યો હતો. ધોરાજીમાં ઉબડ ખાબડ રોડને લઈ સ્થાનિક પરાજય ત્રાહિમામ પોકારી ગઈ છે. બીજી બાજુ ધારાસભ્ય લાંબા સમયથી શહેરમાં દેખાતા નહોતા. જેનાથી રોષિત પ્રજાએ ધારાસભ્ય ગુમ થયા છે. તેવી વાત વ્યક્ત કરતાં પોસ્ટરો ઠેર ઠેર લાગાવી દીધા છે. જોકે, ધારાસભ્ય પાડલીયા પોતે ક્યાંય ગુમ થયા નથી. અને ગાંધીનગર હોવાનું જણાવી કોઈ હિત શત્રુઓએ આવું પોસ્ટર લગાડવાનું કૃત્ય કર્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.

બીજી બાજુ પોસ્ટર સંબંધે ધારાસભ્યએ પોલીસને કહીને અમુક પત્રકારોને દબાવાવનો હિન પ્રયાસ કરતાં આ વાતના પત્રકાર આલમમાં ગહીરા પડઘા પડ્યા છે. અને આગામી દિવસોમાં ધારાસભ્ય સામે મોરચો મંડાય તેવા એંધાણ વર્તાવા લાગ્યા હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

Advertisement

પ્રેસ અને પોલીસનો કાયમી સંબધ બગાડવા ધારાસભ્ય પાડલીયાએ કરેલો પ્રયાસ કાઈક એવો છે કે, આ મહાશય ધારાસભ્યએ આવા પોસ્ટર પત્રકારોએ લગાવ્યા હોવાનું જણાવી, અમુક પત્રકારોના નામ પોલીસને આપી દેતા બિચારી પોલીસને ધારાસભ્યના ખીલે બંધાઈ જવું પડે તેવી સ્થતિ ઊભી થઈ હતી. અને એક તબક્કે પોલીસ સ્થાનિક 2-3 પત્રકારોને થાણે બોલાવીને ધારાસભ્ય વિરુદ્ધ લાગેલા પોસ્ટરો તમે ઉતારી નાખો તેવી અચરજ પમાડે તેવી વાત કરાતાં પત્રકારોએ પોલીસને કહી દીધું હતું કે "અમે શું કામ પોસ્ટરો ઉતારીએ ? અમે થોડા લગાડ્યા છે ? પોસ્ટરો કોણે લગાડ્યા તે બાબતે પોલીસ સીસી ટીવી કેમેરા તપાસીને જાણી શકે છે.

તેવું થાણે બોલાવાયેલા પત્રકારોએ પોલીસને કહી દીધાનું સંભળાયું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, સ્થાનિક પત્રકારોને દબાવવા ધારાસભ્ય પાડલીયાએ ખોટી રીતે પોલીસને હાથો બનાવી દીધાની ચર્ચાઓએ શહેરમાં જોર પકડયું છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા વિરૂદ્ધ લાગ્યા પોસ્ટર લગાડાયા છે. પોલીસ દ્વારા સામાન્ય પૂછપરછ કરીને પત્રકારો સાથે સુમેળભર્યું વર્તન દાખવ્યું છે પણ જેઓને પોલીસ સ્ટેશને વગર વાંકે ધારાસભ્યના ઇશારે જવું પડ્યું તે તમામ પત્રકારો હવે ધારાસભ્ય સામે લડી લેવાના નિર્ધાર સાથે આગળ વધી રહ્યા હોવાનું સાંભળવા મળ્યું છે.

Advertisement

કેવા કેવા સૂત્રોથી લાગ્યા પોસ્ટર ?

ધોરાજીના અનેક વિસ્તારમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા છે. તેમાં વરસાદને કારણે રસ્તાઓનું થયું છે ધોવાણ, ધારાસભ્ય ગુમ થયા છે. ધોરાજીના રસ્તા પર ધ્યાનથી નીકળવું અહીંયા ધારાસભ્ય ભાજપના છે. એવો પણ પોસ્ટરમાં ઉલ્લેખ કરાયો છે. ખોબલે ખોબલે મત આપ્યા પ્રજાએ હવે પ્રજા વચ્ચેથી ધારાસભ્ય કેમ ગુમ ? ધોરાજીના રસ્તા પર ધ્યાનથી નીકળવું અહીંયા ધારાસભ્ય ભાજપના છે. આઠ મહિના પહેલા બનાવામાં આવેલ જેતપુર રોડ કેમ તૂટી ગયો સહિતના સવાલો સાથે લાગ્યા પોસ્ટર લાગતાં ધારાસભ્યની આબરૂનું ધોવાણ થયાનું કહેવાય છે.

મહેન્દ્ર પાડલીયાને બદનામ કરવાના હેતુથી ભાજપના કાર્યકરોએ પોસ્ટર લગાવ્યા પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરા

ધોરાજી શહેર કોંગ્રેસના પૂર્વ દિનેશ વોરાએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને જણાવ્યું હતું કે, ધોરાજી ભાજપના સ્થાન નેતાઓને દુઃખે છે પેટ અને કુટે છે માથું. ગત વિધાનસભાની ચૂંટણીની અંદરમાં ટિકિટના દાવેદાર તરીકે ભાજપના અનેક ચહેરાઓ દાવેદાર હતા. અને સ્થાનિક ભાજપના પણ ઘણા ચહેરાઓને વિધાનસભાની ટિકિટ મેળવવા માટે થઈ અને ગાંધીનગર સુધી દોટ મૂકી હતી. પરંતુ છેલ્લા સમયએ ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે મહેન્દ્ર પાડલીયાની પસંદગી કરવામાં આવી. ત્યારથી ભાજપની અંદરમાં જૂથવાદ ચાલી રહ્યો છે અને જૂથવાદ હાલ ચરમસીમાએ પહોંચ્યો છે. અને ભાજપના જ સ્થાનિક આગેવાનો દ્વારા ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા વિરુદ્ધ પોસ્ટરો લગાવી અને મહેન્દ્રભાઈ પાડલીયાને બદનામ કરવામાં આવી રહ્યા છે. અને કોંગ્રેસને આ બાબતે સ્થાનિક ભાજપ દ્વારા બદનામ કરવામાં આવી રહી છે.

શું કહે છે ભાજપના શહેર પ્રમુખ વિનુ માથુકિયા?

શહેર ભાજપના પ્રમુખ વિનુ માથુકિયાએ પણ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરી અને એમણે કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા. અને જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા મહેન્દ્રભાઈ પાડલીયાની છબી ખરડાવવ માટે થઈ અને પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસ દ્વારા પોસ્ટર લગાવી અને મહેન્દ્ર ભાઈ પાડલીયાને બદનામ કરવામાં આવી રહ્યા છે. અને એમને જણાવ્યું કે, ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા આ બાબતે પોલીસમાં અરજી કરી અને પોસ્ટર લગાડનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે.

પોલીસે CCTV કેમેરા તપાસ કરવાની બદલે મીડિયા કર્મીઓને પૂછપરછ કલાકો સુધી બેસાડી રાખ્યા

ધોરાજીમાં અનેક જગ્યા એ ગેર કાયદેસર પ્રવુતિઓ ચાલી રહી છે. ત્યારે આવા ગુનેગારો પર કાર્યવાહી કરવામાં પોલીસ આળસ કરતી હોઈ એવું સ્થાનિકો પાસે થી જાણવા મળી થયું છે. ધોરાજીમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા વિરૂદ્ધ લાગેલ પોસ્ટર બાદ સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા પોલીસને અરજી આપવામાં આવી હતી. અને અરજીના અનુસંધાને CCTV કેમેરા ચેક કર્યા પહેલા ધોરાજીના પોલીસ સ્ટાફ દ્વારા રાજકીય દબાણવસ થઈ અને નામાંકીત ચેનલના પત્રકારોને પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસાડી રાખી અને પોસ્ટર લગાવ્યાની વાત કબૂલી લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. અને પોલીસ સ્ટાફ દ્વારા પત્રકારોને આરોપીની જેમ કડક ભાષામાં પૂછપરછ કરવામાં આવી હતી.

ધોરાજીમાં ધમધમી રહેલા દેશી દારૂના હાટડાઓ બંધ નહી થાઈ તો લઠ્ઠા કાંડ સર્જવવાની ભીતિ

ધોરાજીના અનેક વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ધોરાજીના અનેક જાહેર શૌચાલાયોમાં પણ દેશી દારૂની કોથળીઓ અને ઇંગલિશ દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે. ત્યારે પ્રશ્નએ વાતનો થાઈ છે કે ધોરાજીમાં દેશી દારૂ બેફામ વેચાઈ રહ્યો છે. અને ગમે ત્યારે ધોરાજીમાં લઠ્ઠાકાંડ સર્જાઈ એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આવી પ્રવૃતિઓ કરનાર સામે પણ ધોરાજી પોલીસ લાલ આખ કરે એવી લોક માંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો – નીતિન પટેલને સોંપાઈ ચૂંટણીની જવાબદારી, રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના સહ પ્રભારી બનાવાયા

આ પણ વાંચો – ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર, કોંગ્રેસ-આપ સાથે મળીને કરશે આ કામ…!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – હરેશ ભાલિયા

Tags :
Advertisement

.