Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડાકોરમાં હવે નૌકા સંચાલક દ્વારા નિયમોના ભંગ અંગે અરજદારે આપી જળસમાધિ લેવાની ચીમકી

વડોદરાની ઘટના બાદ ડાકોર ગોમતી નૌકા વિહાર પર કાર્યવાહી કરવા માગ ઉઠી છે. નૌકા સંચાલક દ્વારા નિયમોના ભંગ કરવા બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કાર્યવાહી નહિ થતાં અરજદાર દ્વારા જળસમાધિ લેવાની ચીમકી ઉચ્ચારાઇ છે. પ્રવાસન સ્થળ તરીકે ડાકોરમાં પણ નૌકા...
ડાકોરમાં હવે નૌકા સંચાલક દ્વારા નિયમોના ભંગ અંગે અરજદારે આપી જળસમાધિ લેવાની ચીમકી

વડોદરાની ઘટના બાદ ડાકોર ગોમતી નૌકા વિહાર પર કાર્યવાહી કરવા માગ ઉઠી છે. નૌકા સંચાલક દ્વારા નિયમોના ભંગ કરવા બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કાર્યવાહી નહિ થતાં અરજદાર દ્વારા જળસમાધિ લેવાની ચીમકી ઉચ્ચારાઇ છે.

Advertisement

પ્રવાસન સ્થળ તરીકે ડાકોરમાં પણ નૌકા વિહાર કરાવવામાં આવે છે. હજી ગઈ કાલે જ વડોદરાની સ્કૂલમાં ભણતા બાળકોની વડોદરા હરણી તળાવમાં બોટ પલટી જવાથી ખુબજ દુઃખદ અને મોટી હોનારત સર્જાઈ હતી. જેના માતા પિતાએ પોતાના લાડકવાયા અને પોતાની ઘડપણની લાકડી કહેવાતા બાળકોને ગુમાવ્યા છે.

Advertisement

જીતુભાઈ સેવક દ્વારા જળસમાધિ લેવાની ચીમકી અપાઈ 

ડાકોર ગોમતી નૌકા વિહાર વિરૂદ્ધ થોડા મહિના પહેલા જીતુભાઈ સેવક દ્વારા અરજી કરવામાં આવી હતી. ડાકોર ગોમતી નૌકા વિહારના સંચાલક સુર્યાસ્ત થઈ ગયા બાદ પણ નૌકાઓ ફેરવે છે તેવા આક્ષેપ કર્યા હતા. જે આવી ગંભીર ઘટનાઓને નિમંત્રણ આપે છે. જેને લઈને પાલિકા સામે ઘણી વખત કાર્યવાહી કરવા માટે અરજદાર દ્વારા સૂર્યાસ્ત બાદ પણ નૌકા ગોમતીમાં ફેરવતા હોવાના વિડીયો સાથે રાખીને પુરાવા સાથે અરજીઓ કરવામાં આવી હતી.

Advertisement

તેમ છતાં પણ પાલિકા દ્વારા માત્ર ખુલાસો લઈ ને કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા હવે અરજદાર જીતુભાઈ સેવક દ્વારા ડાકોર રણછોડરાયજી મંદિરની સામે જ મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ આપીને ડાકોરમાં ચાલતા નૌકા વિહાર પર પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગને લઈને પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે. જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો અરજદાર દ્વારા ગોમતીમાં જળસમાધિની ચીમકી પણ ઉચ્ચારી છે.

અહેવાલ - કિશન રાઠોડ 

આ પણ વાંચો -- Harani Lake zone કોર્પોરેશન દ્વારા સીલ કરાયું, એન્ટ્રી એક્ઝિટ પર પ્રતિબંધ

આ પણ વાંચો -- HARNI KAND : વડોદરાની બોટ દુર્ઘટનાના હાઈકોર્ટમાં પડઘા, સુઓમોટો દાખલ કરવાની રજૂઆતનો કરાયો સ્વીકાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની સૌથી નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.