દાહોદમાં 24 યુવતીઓએ દુષ્કર્મ કરનારને જ મુક્ત કરાવવા માટે સોગંધનામા રજૂ કર્યા, જાણો કારણ
દાહોદ જિલ્લો મુખ્યત્ત્વે આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. ત્યારે જિલ્લાના તમામ પોલીસ મથકોમાં અપહરણ બાદ દુષ્કર્મ અને પોકસોના ગુના નોધાયા છે. ત્યારે હાલમાં ચોકાવનારી હકીકતો બહાર આવી છે. છોકરીઓ સગીરવયે પ્રેમમાં પડ્યા બાદ લગ્ન કરવા પ્રેમી સાથે ભાગી જાય છે. ત્યારે છોકરીના પરિવારજનો આ સદર્ભે પોલીસ ફરિયાદ નોધાવે છે. જ્યારે બંને પકડાયા બાદ છોકરી સગીર હોવાને લીધે પોક્સોની કલમ ઉમેરવામાં આવે છે અને છોકરાને જેલમાં જવાનો વારો આવે છે.
ઘણા કિસ્સામાં છોકરી પક્ષવાળા દાવાની રકમ લઈ અંદરો અંદર સમાધાન કરી લેતા હોય છે. પરંતુ પોલીસને ચોપડે કેસ પેન્ડિંગ રહેતો હોય છે. આવા પેન્ડિંગ કેસોના નિકાલ માટે દાહોદ જિલ્લા પોલીસ વડાએ એક સ્પેશિયલ ટીમ બનાવી અને કામગીરી હાથ ધરી હતી. જેમાં જિલ્લામાં કુલ 134 કેસ પેન્ડિંગ સામે આવ્યા હતા. જેમાંથી છેલ્લા બે મહિનામાં 75 કેસના આરોપીની અટકાયત કરવામાં આવી. પરંતુ ચોકાવનારી વિગતો એવી છે કે, જે છોકરીઓ સગીરવયે ભાગી ગઈ હતી અને સમાજ રાહે સમાધાન કરીને તે જ છોકરા સાથે રહેવા લાગી હતી અને તેમને બાળકોને પણ જન્મ આપ્યો છે. પરંતુ પોલીસ ચોપડે આ કેસ પેન્ડિંગ જ રહ્યા હતા. ત્યારે હાલ આવી 24 યુવતીઓ છે જેમને પોતાના પર જ કરેલા દુષ્કર્મના આરોપીને મુક્ત કરાવવા માટે સોગંધનામા રજૂ કરી કોર્ટના ચક્કર કાપી રહી છે. આવા કેસમાં કોર્ટે 11 અપહરણની ફરિયાદ રદ કરી તે વિગતોથી પોલીસ પણ અજાણ હતી. હાલ પોતાના બાળકો સાથે મહિલાઓ પોતાના દુષ્કર્મીઓને જ મુક્ત કરાવવા માટે ભાગદોડ કરી રહી છે.
આ પણ વાંચો - પોતાને અભણ ગણાવતી સીમા હૈદરે પાકિસ્તાનનું સીમ કેમ તોડી નાંખ્યું..!
આ પણ વાંચો - ગુજરાત હાઇકોર્ટે સજા કાપી ચૂકેલા અને સમાજમાં પુનઃ સ્થાપિત થવા માંગતા અનેકો લોકોને અસર કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - સાબીર ભાભોર