Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : વિધર્મી યુવકે મંડળી બનાવી પરપ્રાંતીય આધેડનું ઢીમ ઢાળી દીધું 

અહેવાલ-- દિનેશ મકવાણા,  ભરૂચ  ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં વિધર્મી યુવક અન્ય યુવકોને ઉશ્કેરી મંડળી બનાવી પરપ્રાંતિય આધેડને માર મારી લોહી લુહાણ કરી તમામ આરોપી રફુચક્કર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત પિતાને લોહીથી લથબથ જોઈ પુત્ર 108 ને જાણ કરી હતી પણ 108...
bharuch   વિધર્મી યુવકે મંડળી બનાવી પરપ્રાંતીય આધેડનું ઢીમ ઢાળી દીધું 
અહેવાલ-- દિનેશ મકવાણા,  ભરૂચ 
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં વિધર્મી યુવક અન્ય યુવકોને ઉશ્કેરી મંડળી બનાવી પરપ્રાંતિય આધેડને માર મારી લોહી લુહાણ કરી તમામ આરોપી રફુચક્કર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત પિતાને લોહીથી લથબથ જોઈ પુત્ર 108 ને જાણ કરી હતી પણ 108 આવે તે પહેલા પિતાને સમયસર સારવાર મળે તે માટે દીકરો પિતાને પોતાની ફ્રુટની લારીમાં મુકી મેઇન રોડ સુધી લઈ ગયો હતો.   જો કે તે પહેલાં જ ઇજાગ્રસ્ત પિતાનું મોત થયું હતું. પોલીસે હત્યા રાયોટીંગનો ગુનો દાખલ કરી વિધર્મી યુવક સહિત અન્ય લોકોની ધરપકડ કરી લીધી છે
પિતા લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા
ભરૂચમાં ઝાડેશ્વર વિસ્તારના કોઠી ફળિયામાં ભાડાના મકાનમાં રહેતા પરપ્રાંતિય યુવક જીતુભાઈ નિસાદે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે અમે ઝાડેશ્વરના કોઠી ફળિયામાં વિપુલ નિઝામાના મકાનમાં છેલ્લા 8 વર્ષથી રહીએ છીએ અને બંને પિતા પુત્ર ફ્રુટની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન કરે છે. ગતરોજ ફરિયાદી પોતાની ફ્રુટની લારી ધંધો કરી પરત ઘરે આવ્યો હતો અને તે દરમિયાન તેના પિતા ઘરે હાજર ન હતા જેના કારણે આજુબાજુમાં પૂછપરછ કરતા પાણીપુરીની લારી ચલાવવા વાળાએ ફરિયાદી જીતુ નિષાદને કહ્યું તેરે પાપા કોઠી ફળિયા મેં લહુ લુહાણ રોડ પર પડા હુઆ હે...આથી તે પોતાના મિત્ર સાથે કોઠી ફળિયામાં તપાસ કરવા જતા તેના પિતા લોહી લુહાણ હાલતમાં રોડ ઉપર પડ્યા હતા અને આજુબાજુના લોકો તમાશો જોતા હતા.
સારવાર મળે તે પહેલાં જ મોત
પિતાને લોહીથી લગભગ જોઈ ફરિયાદી દિકરો પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢી પોતાના પિતાને માથામાંથી નાકમાંથી લોહી નીકળતું હોય તે સાફ કરી તેને બાંધી ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી પરંતુ એમ્બ્યુલન્સ પણ વહેલી આવી શકી ન હોવાના કારણે ફરિયાદી દીકરાએ પોતાના પિતાને બચાવવા માટે પોતાની જ ફ્રુટની લારી ખેંચી લાવી પિતાને તેમાં મૂકી હાથ લારીમાં ખેંચી મેઇન રોડ સુધી લઈ ગયો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સ આવી જતા એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્ત ઓમ પ્રકાશ નિશાદને ફરજ પરના તબીબોએ મરણ જાહેર કરતા મૃતકનો દીકરો હૈયા ફાટક રૂદન સાથે પોલીસના શરણે પહોંચ્યો હતો.
મુખ્ય હત્યારા સરફરાજ ઉર્ફે સફુની પોલીસે ગણતરીની મિનિટમાં ધરપકડ કરી
ઘટના બાદ સી ડિવીઝન પોલીસે મુખ્ય હત્યારા સરફરાજ ઉર્ફે સફુની ધરપકડ કરી હતી અને પૂછપરછ દરમિયાન તેઓએ અન્ય યુવકોની મદદથી ઓમ પ્રકાશ નિસાદને માર મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાની કબુલાતના પગલે પોલીસે મુખ્ય સૂત્રધાર સરફરાજ ઉર્ફે સહિત અન્ય મળી પાંચથી વધુ લોકોની ધરપકડ પણ કરી લીધી છે. પોલીસે મુખ્ય સૂત્રધાર સરફરાજ ઉર્ફે ઈમ્તિયાઝ મલેક, અક્ષય રાકેશ દેસાઈ, ચેતન સુરેશ વસાવા, બકા સોમાભાઈ વસાવા અને રવિ બકા વસાવાની ધરપકડ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.