Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Old Pension Scheme: આ કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, જૂની પેન્શન યોજના અંગે સરકારે પરિપત્ર કર્યો જાહેર

Old Pension Scheme: રાજ્ય સરકારના નાણાં વિભાગનો પરિપત્ર જાહેર કર્યો. એપ્રિલ, 2005 પૂર્વે જોડાયા હોય તેવા કર્મચારીઓને Old Pension Scheme નો લાભ મળશે.
old pension scheme  આ કર્મચારીઓ માટે મહત્વના સમાચાર  જૂની પેન્શન યોજના અંગે સરકારે પરિપત્ર કર્યો જાહેર
  1. રાજ્ય સરકારના નાણાં વિભાગનો પરિપત્ર જાહેર
  2. એપ્રિલ, 2005 પૂર્વે જોડાયા હોય તેવા કર્મચારીને લાભ
  3. 2005 પૂર્વે જે કચેરીને લાભ મળવાપાત્ર તેનો જ સમાવેશ

Old Pension Scheme: ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના એટલે કે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. સરકારે પરિપત્ર જાહેર કરીને જૂની પેન્શન યોજના (Old Pension Scheme) અંગે જાહેરાત કરી છે. નોંધનીય છે કે, રાજ્ય સરકારના નાણાં વિભાગનો પરિપત્ર જાહેર કર્યો છે. સરકારી પરિપત્ર પ્રમાણે એપ્રિલ, 2005 પૂર્વે જોડાયા હોય તેવા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે. આ પરિપત્રમાં અન્ય પણ અનેક લાભની સ્પષ્ટતા કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: પવિત્ર યાત્રાધામ Pavagadh મંદિરનું કરાયું શુદ્ધિકરણ, આવતીકાલથી ભક્તો કરી શકશે દર્શન

Advertisement

60,245 કર્મચારીને આ જૂની પેન્શન યોજનાનો ફાયદો થસે

મહત્વની વાત એ છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓ જેવા કે શિક્ષણ, આરોગ્ય અને પંયાચત વિભાગમાં ફરજ બજાવતા 60,245 કર્મચારીને આ જૂની પેન્શન યોજના (Old Pension Scheme)નો ફાયદો થનાવો છે. જોકે વર્ષ 2005 પછી ફિક્સ પગારમાં નોકરીએ જોડાયા હોચ અને સીપીએફ યોજના સ્વીકારનારા કર્મચારીઓને આ યોજનાનો કોઈ લાભ મળવાનો નથી. આ યોજના 2005 પહેલા લાગેલા કર્મચારીઓ માટે જ છે.

આ પણ વાંચો: "ગામમાં ટ્રાન્સફોર્મર નહીં બદલાય જ્યાં સુધી..!" BJP MLA નો વિચિત્ર આદેશ

Advertisement

આ પરિપત્ર બાદ આ પ્રશ્નો ઉકેલાયા

ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થું-વયનિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમા પગાર પંચ પ્રમાણે આપવામાં આવશે. ચાર્જ એલાઉન્સ બેઝિક પગારના 5 કે 10 ટકા આપવામાં આવે છે, જે સાતમા પગાર પંચ મુજબ આપવામાં આવશે. એટલું જ નહીં પરંતુ મુસાફરી અને દૈનિક ભથ્થાના દરમાં પણ સુધારો કરવામાં આવશે. આ સાથે સાથે વયનિવૃત્તિ-અવસાન ગ્રેચ્યુઈટીની રકમમાં વધારો કરવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad : વીજ ચોરી કરી તો સમજો ગયા! કોર્ટે આરોપીને ફટકારી જેલની આકરી સજા અને દંડ!

Tags :
Advertisement

.