Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જોજો આ જોવાનું રહી ના જાય! આજે આટલા વાગે નરી આંખે દેખાશે International Space Station

અમદાવાદ અને ગાંધીનગરમાં દેખાશે International Space Station સપ્ટેમ્બર 2024 ની રાત્રે 08.08 કલાકે જેવા મળશે અનોખી ઘટના સલાહકાર અને વૈજ્ઞાનિક ડૉ. નરોત્તમ શાહુએ આપી વિગતો International Space Station: ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં અનેક લોકો એવા છે જેમને અંતરિક્ષથી...
જોજો આ જોવાનું રહી ના જાય  આજે આટલા વાગે નરી આંખે દેખાશે international space station
  1. અમદાવાદ અને ગાંધીનગરમાં દેખાશે International Space Station
  2. સપ્ટેમ્બર 2024 ની રાત્રે 08.08 કલાકે જેવા મળશે અનોખી ઘટના
  3. સલાહકાર અને વૈજ્ઞાનિક ડૉ. નરોત્તમ શાહુએ આપી વિગતો

International Space Station: ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં અનેક લોકો એવા છે જેમને અંતરિક્ષથી ખુબ જ પ્રેમ હોય છે, અને તેના પર ખુબ જ રિસર્ચ પણ કરતા હોય છે. આપણાં જેવા લોકોને અંતરિક્ષમાં બનતી ઘટનાઓ જોવી અને સાંભળવી ગમતી હોય છે. અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા લોકો માટે ખુશીના સમાચાર એ સામે આવ્યાં છે કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આજે એટલે કે 9 સપ્ટેમ્બર 2024 ની રાત્રે 08.08 કલાકે જેવા મળશે. નોંધનીય છે કે, આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને નરી આંખે જોઈ શકાશે.

Advertisement

આ પણ વાંચો: Nuclear Power Plant: હવે ચંદ્ર પર બનશે ન્યૂક્લિયર પ્લાન્ટ! આ ત્રણ દેશો સાથે મળીને રચશે ઇતિહાસ

Advertisement

દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પૂર્વ દિશામાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને જોઈ શકાશે

વધારે વિગતે વાત કરવામાં આવે તો, International Space Station માત્ર 5 મિનિટ સુધી જ જોવા મળશે. દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પૂર્વ દિશામાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને જોઈ શકાશે. તો યાદ રાખજો જો કે, આ દરમિયાન આ લ્હાવો જોવાનો રહીં ના જાય. કારણે કે, આવી ઘટનાઓ વારંવાર જોવા મળતી નથી.

Advertisement

આ પણ વાંચો: Houthis સેનાએ અમેરિકાના સૌથી ખતરનાક MQ-9 ડ્રોનને કર્યું ધ્વસ્ત

સલાહકાર અને વૈજ્ઞાનિક ડૉ. નરોત્તમ શાહુએ વિગતો આપી

નોંધનીય છે કે, આ બાબતે ગાંધીનગર સ્થિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી (GUJCOST)ના સલાહકાર અને વૈજ્ઞાનિક ડૉ. નરોત્તમ શાહુએ વિગતો આપી હતી. તેમણે એક્સ પર માહિતી આપતા લખ્યું કે, ‘ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આજે રાત્રે 09 સપ્ટેમ્બર, 2024 ના રોજ રાત્રે 8:08 વાગ્યે ગાંધીનગર અને અમદાવાદના આકાશમાં જોઈ શકાશે. 5 મિનિટ માટે દૃશ્યમાન, તે દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પૂર્વ દિશામાં પસાર થશે.

આ પણ વાંચો: Russia Ukraine War : 'ભારત રોકી શકે છે રશિયા-યુક્રેન યુદ્ધ', પુતિન પછી જ્યોર્જિયા મેલોનીનું મોટું નિવેદન...

Tags :
Advertisement

.