Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jetpur : ભૂગર્ભમાં પ્રદૂષિત પાણી ઉતારતા કોઈ પકડાશે તો રૂ. 25 લાખનો દંડ ફટકારાશે 

અહેવાલ---હરેશ ભાલીયા, જેતપુર હજારો ગરીબોને રોજીરોટી રળી આપતા જેતપુરના સાડી ઉદ્યોગના સંગઠન એવા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિ.એસો. ની આજે વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસો. ના હોદ્દેદારો, કારખાનેદારો અને સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયા ખાસ હાજર રહ્યા...
jetpur   ભૂગર્ભમાં પ્રદૂષિત પાણી ઉતારતા કોઈ પકડાશે તો રૂ  25 લાખનો દંડ ફટકારાશે 
અહેવાલ---હરેશ ભાલીયા, જેતપુર
હજારો ગરીબોને રોજીરોટી રળી આપતા જેતપુરના સાડી ઉદ્યોગના સંગઠન એવા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિ.એસો. ની આજે વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસો. ના હોદ્દેદારો, કારખાનેદારો અને સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયા ખાસ હાજર રહ્યા હતા.  પ્રસંગોચિત વ્યક્તવ્યોમાં એસો. પ્રમુખ જયંતીભાઈ રમોલિયાએ જણાવ્યું હતું કે સાડી ઉદ્યોગનો પ્રદૂષણનો પ્રશ્ન લગભગ હલ થઈ ગયો છે.ગણ્યા ગાંઠ્યા અને એસો. સાથે ન જોડાયેલા કારખાનેદારોને પ્રદૂષણ ન ફેલાવવાની સમયાંતરે તાકીદ કરવામાં આવે છે. આમ છતાં અસહકાર આપશે તેવા કારખાનેદારો સામે શિક્ષાત્મક પગલાં ભરતા કે ભરાવતા અમો ખચકાઈશું નહીં.
જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એશો. રૂ. 25 લાખનો દંડ ફટકારશે
રામોલિયા દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે વખતોવખત અમુક કારખાનેદારો પોતાનું પ્રદૂષણયુક્ત પાણી ભૂગર્ભમાં ઉતારતા હોવાની આજુબાજુ જમીન ધરાવતા ખેડૂતોના વાડી, કૂવા, બોરના તળ બગડી જતાં હોવાની વારંવાર અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ફરિયાદો ઉઠે છે. આવી પ્રવુત્તિઓ તાકીદે બંધ કરીને જેતપુરના ઉદ્યોગને બચાવવા કારખાનેદારોનો સહયોગ જરૂરી છે. આમછતાં જો કોઈ કેમિકલ અને પ્રદૂષિત પાણી ક્યાંય પણ ભૂગર્ભમાં ઉતારતા કે છોડતા પકડાશે તો જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એશો. રૂ. 25 લાખનો દંડ ફટકારશે તેવું નક્કી કરાયું છે. પરિણામે પ્રદૂષણ ફેલાવતા કારખાનેદારોએ હવે ચેતી જવાનો સામે પાકી ગયાનું જયંતીભાઈએ જણાવ્યું હતું.
જેતપુરના ઉદ્યોગને બચાવવાની મારી ફરજ 
ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, જેતપુરનો સાડી ઉદ્યોગ આજે હજારો મજૂરોને રોજીરોટી આપી રહ્યો છે. પ્રદૂષણના પ્રશ્નો હાલતા ચાલતા ઊભા થઈ રહ્યા છે. પ્રદૂષણ ફેલાવનારા કારખાનેદારોએ અનેક વખત ચેતવ્યા છે છતાં મનમાની કરતાં હોવાની ફરિયાદો છેલ્લા 10-11 વર્ષથી  મળી રહી છે. પણ શું થાય ? સ્થાનિક ધારાસભ્ય તરીકે જેતપુરના ઉદ્યોગને બચાવવાની મારી ફરજ છે. તેમણે એવો પણ ટોણો માર્યો હતો કે વર્તમાન સમયમાં જેતપુરથી દરિયા સુધી પાણી પહોંચાડવાની પાઇપલાઇન ફિટ થઈ રહી છે. જેમાં જેઓને કાઇ લેવા દેવા ન હોવા છતાં આડો પગ કરતાં હોવાની વાત અન્યાયકર્તા છે.
ખેડૂતોની જમીનો ન બગડવી જોઈએ 
ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે જેતપુરના સાડી ઉદ્યોગથી કોઈ ખેડૂતોની જમીન બગડવી ન જોઈએ. જેમ કારખાનેદારો ઉદ્યોગથી કમાણી કરે છે તેમ ખેડૂતોને કમાણી માટે એકમાત્ર સાધન હોય તો તે ખેતી છે. પોતાના આકરા તેવર બતાવતા ધારાસભ્યએ કહેલ કે ડાઇંગ એસોસિએશન પાસે પોતાનો ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં અમુક કારખાનેદારો બેરોકટોક પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. જે સાડી ઉદ્યોગના મૃત્યુની ઘંટડી સમાન છે. એટલું જ નથી આવી પ્રવુતિથી એસોસિએશન બદનામ થાય છે. આવી હરકતો બંધ કરી, એસોસિયેશન સાથે કારખાનેદારોને જોડાવા હાકલ કરી હતી. અન્યથા જ્યારે પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું ક્લોઝર આવશે ત્યારે જયેશ રાદડિયા મદદ નહીં કરે તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
જેતપુરના દેરડી નજીક ફિલ્ટરપ્લાન્ટ બનાવાશે 
જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસો. ના પ્રમુખ જયંતીભાઈ રામોલિયાએ જણાવ્યું હતું કે પાણી પ્રદૂષણ બને તેટલું બંધ કરવા તેઓ કાર્યરત છે. આગામી ટૂંક દિવસોમાં જેતપુર તાલુકાના દેરડી ગામ નજીક એક ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ દર્દુ ગામનું પાણી સીધું ફિલ્ટર પ્લાન્ટમાં પહોંચે તેવી વ્યવસ્થા ઊભી કરાશે. તેઓએ એ વાતનો રોષ અને દુઃખ વ્યક્ત કર્યું હતું કે એસો. સાથે જોડાયેલા અમુક કારખાનેદારોના હજુ રૂ. 21 કરોડ વસુલવાના બાકી છે. કારખાનેદારોએ સમયસર પૈસા ચૂકવી દેવા જોઈએ અને જો આમ થાય તો જરૂરી મેન્ટેનન્સ કામો કરી શકાય. બોઈલર ધરાવતા કારખાનેદારોએ તાકીદે લાયસન્સ મેળવી લેવા અન્યથા દંડ ભોગવવા તૈયાર રહેવાની પણ રમોલિયાએ તાકીદ કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.