Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ICC World Cup 2023 : Ahmedabad Airport 45 મિનિટ માટે એરસ્પેસ બંધ કરશે, Passenger Advisory રજૂ કરાઈ

ગુજરાતના અમદાવાદમાં ખૂબ જ અપેક્ષિત ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પહેલા, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટે શનિવારે રાત્રે ભારતીય વાયુસેના દ્વારા એર ડિસ્પ્લે માટે રવિવારે એરસ્પેસ બંધ રાખવા અંગે મુસાફરોને ચેતવણી આપતી એડવાઈઝરી જારી કરી હતી . એરપોર્ટના...
09:17 AM Nov 19, 2023 IST | Dhruv Parmar

ગુજરાતના અમદાવાદમાં ખૂબ જ અપેક્ષિત ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પહેલા, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટે શનિવારે રાત્રે ભારતીય વાયુસેના દ્વારા એર ડિસ્પ્લે માટે રવિવારે એરસ્પેસ બંધ રાખવા અંગે મુસાફરોને ચેતવણી આપતી એડવાઈઝરી જારી કરી હતી . એરપોર્ટના નિવેદન અનુસાર, એરસ્પેસ બપોરે 1:25 વાગ્યાથી 2:10 વાગ્યા સુધી બંધ રહેશે.

SVPI એરપોર્ટના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, એરપોર્ટ દ્વારા સરળ પરિવહન સુનિશ્ચિત કરવા માટે ટર્મિનલ અને લેન્ડસાઇડમાં તમામ સુરક્ષા ટીમોને પેસેન્જર લોડના આધારે ગતિશીલ સંસાધન ફાળવણી સાથે સ્ટેન્ડ-બાય રાખવામાં આવે છે. ફાઇનલ મેચ દરમિયાન નાઇટ પાર્કિંગ માટે એરપોર્ટ પર 15 સ્ટેન્ડ સરળતાથી ઉપલબ્ધ છે - જેમાંથી છ બિઝનેસ જેટ એરક્રાફ્ટ ઓપરેશન માટે ઉપલબ્ધ છે.

ટિકીટના ભાવ આસમાને

અમદાવાદ એરપોર્ટ અત્યારે દેશનું સૌથી વધુ એર ટ્રાફિક ધરાવતું એરપોર્ટ બની ચુક્યું છે. ક્રિકેટ રસીકો ફ્લાઇટ દ્વારા અમદાવાદ પહોંચી રહ્યા હોવાથી ફ્લાઇટની ટિકીટમાં પણ વધારો થઇ ગયો છે. સામાન્ય રીતે જે ટિકીટ 3થી 4 હજારમાં મળે છે તેનો ભાવ અત્યારે દસ ગણો થઇ ગયો છે. આમ પણ દિવાળીના તહેવારો હોવાથી ફ્લાઇટની ટિકીટના ભાવ પણ વધ્યા હતા પણ ફાઇનલ મેચના કારણે ટિકીટના ભાવ આસમાને પહોંચ્યા છે.

એરપોર્ટનું પાર્કીંગ હાઉસફુલ

અમદાવાદ એરપોર્ટનું પાર્કીંગ હાઉસફુલ થવાની સંભાવના છે જેથી એરક્રાફ્ટને નજીકના વડોદરા, રાજકોટ, સુરત અને ઉદયપુર સહિતના એરપોર્ટ પર પાર્કીંગની વ્યવસ્થા કરાશે. આ તમામ એરપોર્ટસને સ્ટેન્ડ બાય રખાયા છે. અમદાવાદ એરપોર્ટ પર પણ વર્લ્ડ કપની પ્રતિકાત્મક ટ્રોફી મુકવામાં આવી છે અને યાત્રીકોનું ગરબા દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. શનિવારે ઘણા વીઆઇપી ગેસ્ટ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા.

અમદાવાદ-મુંબઇ વચ્ચે સ્પેશયલ ટ્રેન

બીજી તરફ વર્લ્ડ કપની ફાઇનલ મેચ માટે રેલવેએ પણ અમદાવાદ-મુંબઇ વચ્ચે સ્પેશયલ ટ્રેન દોડાવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન બાન્દ્રા ટર્મિનસથી અમદાવાદ સુધી દોડશે.

આ પણ વાંચો : Ind vs Aus : ફાઇનલમાં સૌથી મોટું ટેન્શન ધીમી પિચ છે! કોને મળશે મદદ, જાણો સમગ્ર માહિતી…

Tags :
Ahmedabad AirportCricketICC World Cup finalIndia vs Australiarohit sharmaSportsTeam IndiaVirat Kohli
Next Article