Ahmedabad: માત્ર જમવા જેવી બાબતે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી, જાણો શું છે હકીકત
- નારોલમાં માત્ર જમવા બાબતે પતિએ કરી પત્નીની હત્યા
- ગઇકાલે રાતે જમવા અંગે પતિ અને પત્ની વચ્ચે થઈ હતી બોલાચાલી
- મૃતક મહિલાના પરિવારજનોએ પતિ સામે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદ શહેરમાં પોતાની રોજીરોટી માટે હજારો લોકો આવીને વસેલા છે. તેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો છાસવારે અઘટિત ઘટનાઓ બનતી હોય છે. એટલું જ નહીં પરંતુ શહેરમાં અત્યારે ઘરેલું હિંસાના કેસો ખુબ જ વધવા લાગ્યા છે. લોકો અત્યારે માત્ર નાની નાની વાતોમાં પણ ઝઘડાઓ કરે છે અને આ ઝઘડા ઘણીવાર હત્યા સુધી પણ પહોંચી જાય છે. વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદનાં નારોલમાં માત્ર જમવા જેવી નજીવી બાબતે પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
- અમદાવાદના નારોલમાં પતિએ કરી પત્નીની ઘાતકી હત્યા
- નારોલમાં માત્ર જમવા બાબતે પતિએ કરી પત્નીની હત્યા
- ગઇકાલે રાતે જમવા અંગે પતિ અને પત્ની વચ્ચે થઈ હતી બોલાચાલી
- મૃતક મહિલાના પરિવારજનોએ પતિ સામે નોંધાવી પોલીસ ફરિયાદ#Gujarat #GujaratiNews #Ahmedabad #AhmedabadNews #GujaratFirst— Gujarat First (@GujaratFirst) September 8, 2024
આ પણ વાંચો: Gandhinagar: મહુડી રોડ પર મર્સિડીઝ કારે 4 લોકોને લીધી અડફેટે,બેના મોત
પતિ સામે મૃતક મહિલાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી
મળતી વિગતો પ્રમાણે ગઇકાલે રાતે જમવા અંગે પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી એટલી આગળ વધી ગઈ કે મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે શાહવાડી વિસ્તારમાં પ્રદિપ વણકર નામના વ્યક્તિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે ઘરમાં દુપટ્ટાથી ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. નારોલ પોલીસ સ્ટેશનમાં પતિ સામે મૃતક મહિલાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: Dahod: ઈન્દોર અમદાવાદ હાઇવે ઉપરથી કાર ઝડપાઈ, મળી આવ્યો 417 કિલો અફીણના પોષડોડાનો જથ્થો
પ્રદિપ વણકર નામના વ્યક્તિએ પોતાની પત્નીની હત્યા કરી દીધી
અમદાવાદ શહેરમાં અત્યારે આવા અનેક બનાવો બની રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો શહેરમાં ઘરેલું હિંસાના બનાવો બની રહ્યાં છે. નારોલના શાહવાડી વિસ્તારમાં પ્રદિપ વણકર નામના વ્યક્તિએ પોતાની પત્નીની હત્યા કરી દીધી હતી અને એ પણ માત્ર જમવા જેવી નજીવી બાબતે! એવું લાગી રહ્યું છે કે, અત્યારે લોકોમાં સહનશક્તિનો ખુબ જ અભાવ જોવા મળી રહ્યો છે. નાની નાની બાબતોમાં ઝઘડાઓ અને હત્યા જેવી ઘટનાઓ બની જતી હોય છે.
આ પણ વાંચો: US રાષ્ટ્રપતિ Joe Biden કામ પરથી રજા લેવાના મામલે ઘણા આગળ, આંકડો જાણીને તમે દંગ રહી જશો