Valsad: માનવતાએ હદ વટાવી! કેરટેકર મહિલાએ માસૂમ બાળકીને માર માર્યો
- માતા-પિતાની ગેરહાજરીમાં કેરટેકરે બાળકીને માર્યો માર
- વલસાડના તબીબ દંપતીની માસૂમ બાળકીને માર્યો માર
- માસૂમ બાળકીને માર મારતી કેરટેકરના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ
Valsad: વલસાડનો એક વીડિયો અત્યારે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વાલીઓ પોતાના બાળકોને સાચવવા માટે કેરટેકર રાખતાં હોય છે તેમના માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. વલસાડ (Valsad)ના સમાચાર છે જેમાં માતા-પિચાના ગેરહાજરીમાં કેરટેકર મહિલાએ બાળકીને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે વલસાડના તબીબ દંપતીની માસૂમ બાળકીને માર માર્યો હોવાનો વીડિયો અત્યારે વાયરલ થયો છે.
આ પણ વાંચો: Ahmedabad: ‘ફેમિલીને બેકસૂર સાબિત કરવા...’ 21 વર્ષીય યુવકે પોતાની જીવનલીલા સંકેલી
કેરટેકરના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા
નોંધનીય છે કે, માતા-પિતા કામમાં વ્યસ્ત રહેતા હોવાથી બાળકીની સારસંભાળ રાખવા માટે કેરટેકર રાખવામાં આવી હતી. સમગ્ર ઘટના દરમિયાન પણ બાળકી કેરટેકરના ભરોસે રહેતી હતી. આ માસૂમ બાળકીને માર મારતી કેરટેકરના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા જેથી સમગ્ર ઘટના સામે આવી છે. એટલું જ નહીં પરંતુ વાત ધ્યાને આવતા મામલો અત્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
આ પણ વાંચો: Gujarat: એકલા દીવ ફરવા જવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા આ સમાચાર વાંચી લો નહીં તો...
બાળકીના પિતાએ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી
વધારે વિગતે વાત કરીએ તો, સીસીટીવી ફૂટેજ સાથે બાળકીના પિતાએ વલસાડ (Valsad) સીટી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરીને આ બાબતે પગલા લેવા દરખાસ્ત કરી છે. એટલું જ નહીં પરંતુ સમગ્ર મામલો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આખરે એક મહિલા નાના બાળકી સાથે કેવી રીતે આવી રીતેનું વર્તન કરી શકે? આ મહિલામાં માનવતા જેવું કઈ છે જ નહીં તેવું લાગી રહ્યું છે. એક નાની બાળકીને આ મહિલા ખુબ જ નિર્દયતાથી માર મારી રહી હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે.
આ પણ વાંચો: Porbandar નજીકથી પસાર થતી એક શીપના રશિયન કેપ્ટનનો જીવ બચાવાયો, વાંચો આ અહેવાલ