Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવા પોલીસકર્મીઓને ગૃહમંત્રી હર્ષ સંઘવીની સલાહ - 'ગોગલ્સ પહેરીને સિંઘમ બનીને ન ફરતા, ફરજ પર ધ્યાન આપજો'

આજે સવારે અમદાવાદના શાહિબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દીક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 230 જવાનોને તાલીમ બાદ પરેડ ગ્રાઉન્ડમાં પરેડ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ દીક્ષાંત સમારોહથી અમદાવાદ શહેરને મળશે નવા 230 પોલીસ જવાનો મળવા જઈ રહ્યા...
નવા પોલીસકર્મીઓને ગૃહમંત્રી હર્ષ સંઘવીની સલાહ    ગોગલ્સ પહેરીને સિંઘમ બનીને ન ફરતા  ફરજ પર ધ્યાન આપજો

આજે સવારે અમદાવાદના શાહિબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દીક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 230 જવાનોને તાલીમ બાદ પરેડ ગ્રાઉન્ડમાં પરેડ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ દીક્ષાંત સમારોહથી અમદાવાદ શહેરને મળશે નવા 230 પોલીસ જવાનો મળવા જઈ રહ્યા છે. ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યના પોલીસવડાની વિશેષ ઉપસ્થિતિ આ દીક્ષાંત પરેડમાં રહી હતી.

Advertisement

 ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ દીક્ષાંત કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતાં જણાવ્યું હતું કે - ગુજરાત ભરમાં કાલ સુધી રહેલા સામાન્ય નાગરિક હવે ગુજરાતના સામાન્ય લોકોના રક્ષક બનશે, આજે કુલ 5363 લોકોએ આજે પરેડ દીક્ષાંત લીધી છે. તેમણે વધુમાં જવાનોને કહ્યું કે તેઓ સાયબર ક્રાઇમ તરફ સોથી વધુ ધ્યાન આપે,અને તેમના ભવિષ્ય અંગે શુભેચ્છા આપતા જણાવ્યું કે - આજે તમે જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છો, રાજ્યની સેવા અને સુરક્ષામાં મહત્વનો ફાળો આપશે અને ગોગલ્સ પહેરીને સિંઘમ બનીને ન ફરતા ફરજ પર ધ્યાન આપજો.

Advertisement

આ પણ વાંચો -- PM મોદીનો સુરત પ્રવાસ: તો શું દક્ષિણ ગુજરાતની લોકસભાની આ બેઠકો BJP માટે પાક્કી!

Advertisement

Tags :
Advertisement

.