ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ હેડ ક્વોર્ટર્સમાં કર્યું શસ્ત્રપુજન, અસ્માજીકતત્વોને પણ આપી સીધી ચેતવણી
ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે સુરતમાં છે. દશેરા નિમીતે ગૃહમંત્રીએ શસ્ત્રપુજન કર્યું છે. આ શસ્ત્રપુજન પોલીસ હેડ ક્વોર્ટર્સ ખાતે કરવામાં આવ્યું હતું. પૂજામાં સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર પણ સાથે રહ્યા હતા. ગત વર્ષે પણ ગૃહ મંત્રીએ સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરી હતી. દશેરા એટલે આસુરી શક્તિ પર દેવી શક્તિનાં વિજયનું પર્વ આ દિવસે શસ્ત્ર પૂજનનું ખાસ મહત્વ છે.
અસ્માજીકતત્વોને આપી સીધી ચેતવણી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અસ્માજીકતત્વોને ફરી એક વાર ચેતવણી આપી છે. અસ્માજીકતત્વોને આપી સીધી ચેતવણી આપતા હર્ષ સંઘવીએ કહ્યું કે કાયદામાં રેહશો તો ફાયદામાં રેહશો. નોંધનીય છે કે ગત વર્ષે પણ હર્ષ સંઘવીએ આ ચેતવણી દશેરાના દિવસે આપી હતી.
ડ્રગ્સ અંગે પણ આપ્યું નિવેદન
ડ્રગ્સ અંગે પણ હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ડ્રગ્સ રૂપી રાવણને સળગાવવા માટે પોલીસે દશેરાની રાહ નહિ જોવી પડતી નથી, સવાર પડે એટલે પોલીસ રાવણ પકડે છે.વધુમાં તેમણે કહ્યું કે દેશના ઈતિહાસમાં ગુજરાત પોલીસે ડ્રગ્સ રૂપી રાવણ પકડ્યા છે,પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ જંગ છેડી છે.
આ પણ વાંચો -- રુપાલના વરદાયિની માતાના વિશ્વ પ્રસિદ્ધ પલ્લીમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે