ગૃહમંત્રી Amit Shah સણાદર ખાતે વિકાસ કાર્યોનું લોકોર્પણ કરશે, ડેરીના કર્મચારીઓએ પ્રેસ કોમ્પ્રસ યોજી માહિતી આપી
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી Amit Shah 15 મી જાન્યુઆરીએ બનાસકાંઠાના દિયોદરમાં આવેલ બનાસડેરીના સણાદર પ્લાન ખાતે પહોંચી વિશાળ જનમેદનીને સંબોધન કરી બનાસડેરી અને સહકારી સંસ્થાઓના પાયલોટ પ્રોજેકટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અમે શુભારંભ કરશે.
બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોનાં સર્વાંગી સુખાકારીમાં વધારો કરવાના હેતુ સાથે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં વિવિધ વિકાસના પ્રકલ્પો હાથ ધરવામાં આવેલા છે. જેને લઈને 15મી જાન્યુઆરીએ બનાસડેરી સંકુલ, દિયોદર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ પહોંચશે, જ્યાં કેન્દ્રીય મંત્રી અમિતશાહના હસ્તે ભીલડી ખાતે નિર્મિત થનાર બનાસ બોવાઈન એન્ડ બ્રિડ રીસર્ચ સેન્ટર (BBBRC) અને પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનીંગ સેન્ટરનું ઈ-ખાતમુહુર્ત કરાશે.
બાદરપુરા ઓઈલ સંકુલ ખાતે નિર્મિત થનાર બનાસ ડેરી અલ્ટ્રા મોર્ડન આટા પ્લાન્ટ અને બનાસ વ્હે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટ, પાલનપુરનું લોકાર્પણ તથા બનાસ ડેરીનાં સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ, માઈકો ATM અને કિસાન ક્રેડીટ કાર્ડ(KCC-પશુપાલન) તેમજ ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેંક.લી.ના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે.
સહકારી ક્ષેત્રમાં રહેલી સામાજિક અને આર્થિક વિકાસની પ્રગતિની તકોને ઓળખીને બનાસ ડેરી દ્વારા અવનવા દૂધ સિવાયના સાહસો શરૂ કરાયા છે, તેમજ ગુજરાત બહાર બનાસ ડેરીના પ્લાન્ટોનું નિર્માણ કરાયું છે, જે દેશનાં સહકારી ક્ષેત્રને વધુ મજબુત બનાવે છે.
અહેવાલ - સચિન શેખલીયા
આ પણ વાંચો -- દેવગઢ બારીઆમાં સ્ટેટ હાઇવે ઉપર પાણીની પાઇપ લાઇન લીકેજના કારણે ભર શિયાળે ચોમાસાં જેવી પરિસ્થિતિ