પવિત્ર યાત્રાધામ Pavagadh મંદિરનું કરાયું શુદ્ધિકરણ, આવતીકાલથી ભક્તો કરી શકશે દર્શન
- પવિત્ર તીર્થધામ પાવાગઢ મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું
- થોડા સમય પહેલા નિજ મંદિરમાં થઈ હતી ચોરી
- તસ્કરો સોનાના છ હાર અને ધાતુના બે મુગટની ચોરી ગયા હતા
Pavagadh: ગુજરાતના પવિત્ર તીર્થધામ પાવાગઢ મંદિરનું શુદ્ધિકરણ કરી દેવામાં આવ્યું છે. શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ પાવાગઢ નિજ મંદિર પ્રથમવાર પૂજારી સિવાય બહારની વ્યક્તિએ પ્રવેશ કર્યો હોવાથી શુદ્ધિકરણ કરાયું છે. એટલું જ નહીં પરંતુ મંદિરના ગર્ભગૃહમાં તસ્કરે પ્રવેશ કરી સોનાના છ હાર અને ધાતુના બે મુગટની ચોરી કરી હતી. જેથી મંદિરને બંધ કરવામાં આવ્યું અને શુદ્ધિકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બનાસકાંઠાને લાંછન લગાડતી ઘટના, અંબાજી નજીક 15 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ
વ્યક્તિએ પ્રવેશ કર્યો હોવાથી શુદ્ધિકરણ કરાયું
ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ નિજ મંદિરમાં પૂજારીઓ પણ નક્કી કરાયેલા પોશાક સાથે જ પ્રવેશવાની પરંપરા છે. ચાર કલાકે મંદિરના કપાટ બંધ કરી પૂજારીઓ દ્વારા ગંગાજળ અને વિવિધ દ્રવ્યોના માધ્યમથી શાસ્ત્રોક્ત વિધિ મુજબ શુદ્ધિકરણ શરૂ કરાયું છે. સમગ્ર મંદિર પરિસર અને માતાજીના તમામ આભૂષણો તેમજ પ્રતિમાનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે. આવતીકાલે સવારે છ વાગ્યાથી ભક્તો માટે માતાજીના દર્શન રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: CR પાટીલનાં કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું - કલમ 370 હટાવ્યા બાદ..!
ગર્ભગૃહ શુદ્ધિકરણ અને મેન્ટેનન્સને અનુલક્ષી નિર્ણય કરાયો
પ્રાપ્ત માહિતી અનુસાર આજ સાંજથી 4 વાગ્યાથી મંદિર (Pavagadh Temple) માઈભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે બીજા દિવસે 9 નવેમ્બર સવારે 6 વાગ્યાથી માઈભક્તો નિત્યક્રમ મુજબ માતાજીનાં દર્શન કરી શકશે. મંદિર ટ્રસ્ટ દ્વારા ગર્ભગૃહ શુદ્ધિકરણ અને મેન્ટેનન્સને અનુલક્ષી આ નિર્ણય કરાયો છે, જેથી માઈભક્તો અને વહીવટી તંત્રને કોઈ મુશ્કેલી ના થાય. આવતી કાલથી રાબેતી મુજબ ભક્તો માતાજીના દર્શન કરી શકશે.
આ પણ વાંચો: Accident: હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત! 3 ના મોત, 50 ઘાયલ