Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Himatnagar : સહકારી જીન વિસ્તારમાં એક રાતમાં 10 થી વધુ દુકાનના તાળા તૂટ્યા, પોલીસે તપાસ હાથ ધરી...

સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળે છેલ્લા કેટલાક સમયથી નિશાચરો તથા વાહનોની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. ત્યારે અવારનવાર પોલીસ તંત્ર દ્વારા તપાસ કરાઇ રહી છે પરંતુ જિલ્લાની પ્રજા એવુ માને છે કે પોલીસે મુળ સુધી પહોંચીને ચોરીને અંજામ આપતી ગેંગને...
himatnagar   સહકારી જીન વિસ્તારમાં એક રાતમાં 10 થી વધુ દુકાનના તાળા તૂટ્યા  પોલીસે તપાસ હાથ ધરી

સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળે છેલ્લા કેટલાક સમયથી નિશાચરો તથા વાહનોની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. ત્યારે અવારનવાર પોલીસ તંત્ર દ્વારા તપાસ કરાઇ રહી છે પરંતુ જિલ્લાની પ્રજા એવુ માને છે કે પોલીસે મુળ સુધી પહોંચીને ચોરીને અંજામ આપતી ગેંગને સત્વરે ઝડપી લેવી જોઇએ. દરમિયાન રવિવારે રાત્રે હિંમતનગર (Himatnagar) એ ડિવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સહકારી જીન વિસ્તારમાં એક સાથે 10 થી વધુ દુકાનોને અજાણ્યા શખ્સોએ નિશાન બનાવીને અંદર પ્રવેશી માલસામાન રફેદફે કરી દીધો હતો. ત્યારબાદ સોમવારે હિંમતનગર (Himatnagar) એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે જઇ દુકાનો તથા આસપાસના વિસ્તારોમા લગાવાયેલ CCTV ના ફુટેજ ચેક કરી વધુ તપાસનો દોર આરંભ્યો છે. CCTV ની તપાસમાં તસ્કરોએ મોબાઇલની લાઇટના સહારે ચોરી કરી હોવાનું જણાયુ છે.

Advertisement

10 થી વધુ દુકાનોને રવિવારે રાત્રે તાળા તૂટ્યા...

આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગર (Himatnagar)ના સહકારી જીન વિસ્તારમાં આવેલા તુલસી કોમ્પ્લેક્ષ સ્થિત 10 થી વધુ દુકાનોને રવિવારે રાત્રે અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી આવ્યા હતા. જે પૈકી કેટલાક તસ્કરો પાસે મોબાઇલ પણ હતા. દરમિયાન આ તસ્કરો જાણે કે અગાઉથી રેકી કરીને આવ્યા હોય તેમ દુકાનના શટરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ દુકાનોમાં રાખવામાં આવેલી અનેક ચીજવસ્તુઓ રફેદફે કરી દીધી હતી. દરમિયાન સોમવારે સમગ્ર ઘટના અંગે સહકારી જીન વિસ્તારમાં તથા શહેરમાં ખબર પડતા લોકોમાં ભયની લાગણી પ્રસરી છે.

પોલીસે આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા...

તો બીજી તરફ તુલસી કોમ્પ્લેક્ષ સ્થિત જે સ્થળે ચોરી થઇ છે. તેમાં આયુર્વેદિક હોસ્પિટલ, ટાઇલ્સ, બોરવેલ, પાન પાર્લર, લેબોરેટરી, ડેન્ટર કેર, સિરામીક અને રિફ્રેશ કોમ્યુનીકેશનને જેવી અનેક દુકાનો આવેલી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ એક પાર્લરમાં ચોરી કરી રહેલા બે તસ્કરોએ પોતાના મોબાઇલની લાઇટના અજવાળાને આધારે ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે એ ડિવીઝન પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ કર્યા બાદ CCTV ફુટેજને આધારે આ તસ્કરોને પકડવા માટેના ચક્રો વધુ ગતિમાન કરી દીધા છે.

Advertisement

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો : Ahmedabad : ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ ખાતે CM દ્વારા કરાયું ઉષ્માપૂર્ણ સ્વાગત

Advertisement

આ પણ વાંચો : Bangladesh Protest : બાંગ્લાદેશમાં ફસાયેલા 14 ગુજરાતી વિદ્યાર્થી સહી-સલામત વતન પહોંચ્યા, હેલ્પલાઇન નંબર જાહેર

આ પણ વાંચો : Gir Somnath : ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો! NH પર 2 માસ પૂર્વે શરૂ થયેલો કરોડોનો નવો બ્રિજ બેસી ગયો

Tags :
Advertisement

.