ગાંધીનગરમાં વધુ એક મંદિરમાં ચોરી, સમગ્ર ઘટના CCTV માં કેદ, જુઓ
(અહેવાલ - સચિન કડિયા, ગાંધીનગર)
ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરમાં ચોરીની ઘટનાઓ બની રહી છે વધુ એક વખત ઇટાદરા ખાતે વહાણવટી માતાના મંદિરના તસ્કરો લાખોની ચોરી કરી પલાયન થઈ ગયા છે ખાસ કેટલાક સમયથી પાટનગરની આસપાસના તાલુકાઓમાં મંદિરમાં ચોરીનો સિલસિલો યથાવત બની ગયો હોય એમ લાગી રહ્યું છે.
પોલીસ ફરિયાદ નોંધાઈ
શનિવારે મોડી રાત્રે તસ્કરો ઇટાદરા ગામે મંદિરમાં લાખો રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા અને આ કિસ્સો CCTV માં કેસ થયો છે ત્યારે રવિવાર આજ સવારે લોકો મંદિર ની આસપાસ એકઠા થતા ગામ ના જે મંદિર ના આયોજકો એ માણસા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિઝરિધ ફરિયાદ નોંધાવાઈ અને CCTV કેમેરા માં આ ઘટના સામે આવતા સમગ્ર તપાસ પોલીસે હાથ ધરી અને આ શકશો ને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
- ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી,ઘટનાના પગલે મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી ત્યારે લાખો રૂપિયાની ચોરી મામલે મંદિર ના આયોજક ભરતભાઇ પટેલે રવિવારે માણસા પોલોસ મથકમાં અજાણ્યા ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
12 લાખથી વધારેની ચોરી
ચોરીની ઘટના CCTV કેમેરામાં થઈ કેદ અને તેને આધારે હવે તપાસ શરૂ કરાઇ રહી છે માતાજીના ફોટામાંથી તસ્કરો લાખો રૂપિયાનું સોનુ ચાંદી ચોરી કરી પલાયન થઈ ગયા હતા ઇટાદરા ગામે વહાણવટી માતાજીના મંદિરમાંથી શનિવારે મોડી રાત્રે બે વાગ્યે 12 લાખથી વધુની ચોરીની ઘટના બની છે.
રાત્રિના 2 વાગ્યાના અરસામાં ખાતર પાડ્યું
વહાણવટી માતાજીનું ખેતરમાં મંદિર આવેલું છે, જેમાં માતાજીના ફોટા સોનાથી મઢીને મુકવામાં આવ્યા છે અને મંદિરમાં શનિવારે રાત્રે 2 વાગ્યા આસપાસ તસ્કરો મંદિરનું લોક તોડી અંદર પ્રવેશ્યા હતા અને મંદિરમાં મુકવામાં આવેલ માતાજીના સોનાથી મઢેલા ફોટા તથા દાન પેટીમાં મુકવામાં આવેલ પૈસાની ચોરી કરી પલાયન થયા હતા, તસ્કરો માતાજીના ફોટામાંથી લાખો રૂપિયાનું સોનું ચાંદી કાઢી ફોટા ખેતરમાં મૂકી ફરાર થયા હતા.
આ પણ વાંચો : AHMEDABAD POLICE ને મહિલા સુરક્ષાના નામે ફાળવેલા AC વાહનો કોણ વાપરે છે ?