Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Supreme Court: હાઈકોર્ટ આ પ્રકારના આદેશ કેમ કરી શકે? સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટનો ઉધડો લેતા ઉઠાવ્યા સવાલ

Supreme Court: દુષ્કર્મ કેસ મામલે પીડિતાને રૂબરૂમાં સાંભળ્યા વિના જ હાઈકોર્ટે માત્ર સોગંદનામાના આધારે હુકમ કર્યો હોવાનો અરજદારે આરોપ લગાવ્યો છે.
supreme court  હાઈકોર્ટ આ પ્રકારના આદેશ કેમ કરી શકે  સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટનો ઉધડો લેતા ઉઠાવ્યા સવાલ
  1. હાઈકોર્ટે માત્ર સોગંદનામાના આધારે હુકમ કર્યો: અરજદાર
  2. હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો
  3. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને અનેક સવાલો કર્યા

Supreme Court: ગુજરાતના દુષ્કર્મ કેસની ફરિયાદ રદ્દ કરવાના હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં પડકારવામાં આવ્યો છે. દુષ્કર્મ કેસ મામલે પીડિતાને રૂબરૂમાં સાંભળ્યા વિના જ હાઈકોર્ટે માત્ર સોગંદનામાના આધારે હુકમ કર્યો હોવાનો અરજદારે આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત સોગંદનામાની વિગતો સમજાવ્યા વિના જ પીડિતા પાસે સહાય આપવાનું કહી અંગૂઠાની છાપ લેવડાવીને સમાધાન થયું હોવાનો પણ અરજદારે આરોપ લગાવ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટનો ઉધડો લેતા સવાલ ઉઠાવ્યા છે કે, હાઈકોર્ટ આ પ્રકારના આદેશ કેમ કરી શકે?

Advertisement

આ પણ વાંચો: Dahod : BJP કાઉન્સિલર હિરેન પટેલની હત્યા કેસમાં તમામ આરોપી નિર્દોષ જાહેર!

હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો

નોંધનીય છે કે, સોગંદનામાની વિગતો સમજાવ્યા વિના જ પીડિતા પાસે અંગૂઠાની છાપ લેવડાવી સમાધાન થયું હોવાનો અરજદારે આરોપ લગાવ્યો છે. હાઈકોર્ટે અપીલકર્તાને વ્યક્તિગત હાજરી માટે બોલાવ્યા વિના અને સમાધાન થયું છે કે કેમ તેની ખાતરી કર્યા વિના ફોજદારી કાર્યવાહી રદ કરવી જોઈએ નહીં તેવું અરજદાર વકીલે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચકાસણી કર્યા વિના જ અસ્પષ્ટ ચુકાદો અને આદેશ પસાર કર્યો છે, જે ટકી શકે નહીં. આ સાથે જ હાઈકોર્ટને આદેશ આપ્યો છે કે, એટ્રોસિટી એક્ટ હેઠળ કથિત ગુના સિવાય IPCની કલમ 376 હેઠળ, કથિત ગુનો ખૂબ જ ગંભીર હતો.જેનું સમાધાન થયું છે કે નહીં. તે બાબતે હાઈકોર્ટે ચકાસણી કરવી જોઈએ અને અપીલકર્તાને વ્યક્તિગત રૂપે કોર્ટમાં હાજર રાખી સોગંદનામાની સત્યતા ચકાસવી જોઈએ.આ સાથે જ અરજદાર પીડિતાને નિર્ધારિત તારીખે હાઈકોર્ટમાં હાજર થવા જણાવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: હવામાન નિષ્ણાત Ambalal Patel ની આગાહી, કહ્યું- 7 નવેમ્બરથી ગુજરાતનું હવામાન..!

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટે લગાવી ફટકાર

વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘હાઈકોર્ટે અસલી સમાધાન હતું કે કેમ તેની ચકાસણી કર્યા વિના અસ્પષ્ટ ચુકાદો અને આદેશ પસાર કર્યો છે, જે ટકી શકે નહીં. અરજદારને સાંભળ્યા બાદ હાઈકોર્ટને એફિડેવિટ કઈ રીતે ચલાવવામાં આવી છે અને એફિડેવિટની વિગતો સમજાવ્યા વિના અંગૂઠાની છાપ લેવામાં આવી છે કે કેમ તે અંગે ન્યાયિક અધિકારી મારફત તપાસ કરવાનો આદેશ આપવાની સત્તા છે.’ એટલું જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઇકોર્ટને લાગે છે કે ખરેખર સમાધાન થયું છે તો તેણે એ પ્રશ્ન પર વિચાર કરવો પડશે કે શું CrPC 482 હેઠળની સત્તાનો ઉપયોગ સમાધાનના આધારે ફોજદારી કાર્યવાહીને રદ કરવા માટે કરી શકાય.’

Advertisement

અહેવાલઃ કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

આ પણ વાંચો: Surendranagar : ગુજરાત પોલીસે બહાદુર અને કર્મનિષ્ઠ અધિકારીને ગુમાવ્યા : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

Tags :
Advertisement

.