ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓટો રિક્ષાના એન્જિનની આડમાં છૂપાવીને ગાંજાની હેરાફેરી કરતા ત્રણ ઈસમોને 23 કિલો ગાંજા સાથે ઝડપી લેવાયા

અહેવાલઃ વિજય માલી, પાદરા  વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ પોલીસે બાતમીના આધારે મુજપુરીયા વગામાં મોટી માત્રામાં ગાંજાનો જથ્થો લઇને આવેલી ઓટો રિક્ષાતેમજ ગાંજાની હેરાફેરી કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા અને ઝડપાયેલા આરોપીઓ પાસે થી વડું પોલીસે રૂપિયા 2.32 લાખની...
01:00 PM Jun 27, 2023 IST | Vishal Dave

અહેવાલઃ વિજય માલી, પાદરા 

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ પોલીસે બાતમીના આધારે મુજપુરીયા વગામાં મોટી માત્રામાં ગાંજાનો જથ્થો લઇને આવેલી ઓટો રિક્ષાતેમજ ગાંજાની હેરાફેરી કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા અને ઝડપાયેલા આરોપીઓ પાસે થી વડું પોલીસે રૂપિયા 2.32 લાખની કિંમતનો 23 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરી એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી

વડુ પોલીસ મથકના પી.આઇ. એન.બી. ચૌહાણને બાતમી મળી હતી કે, વડુ પોલીસ મથકની હદમાં આવેલા મુજપુરીયા વગામાં રહેતો બચુ ડોસાભાઇ સિંધા ઓટો રિક્ષાની પાછળના ભાગમાં એન્જિનમાં ગાંજાનો મોટી માત્રામાં જથ્થો છૂપાવીને લાવ્યો છે, આ માહિતીના આધારે પી.આઇ.એન.બી. ચૌહાણે તેમના સ્ટાફને સાથે બાતમી આધારિત સ્થળ પર દરોડો પાડ્યા હતા

વડું પોલીસે દરોડા દરમિયાન ઓટો રિક્ષામાં તપાસ કરતા કઈ મળી આવ્યું ન હતું જેથી પોલીસ ને શંકા જતા પોલીસે રિક્ષાની પાછળના ભાગમાં આવેલા એન્જિન પાસે તપાસ કરતા ઓટો રિક્ષાના એન્જિનની આડમાં છુપાવેલ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે આટો રિક્ષામાંથી મળી આવેલો ગાંજાનો જથ્થો કબજે કરી ઝડપાયેલા અન્ય બે આરોપીઓના મકાનમાં તપાસ કરતા બને આરોપીઓના મકાનમાંથી પીપમાં અને અન્ય જગ્યાએ છૂપાવેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો

વડું પોલીસે ઓટો રિક્ષા પાસે ગાંજો મંગાવનાર બચુ સિંધા અને ગાંજાની હેરાફેરી કરવા માટે આવી પહોંચેલા વડુ ગામના એહમદ નવાઝ સિંધા તેમજ સમીર સબ્બિર ચૌહાણ ની ધરપકડ કરી હતી જ્યારે અનવર ઉર્ફ સુરતી શેખને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસે ઝડપાયેલ આરોપીઓ પાસે થી 2.32 લાખ ઉપરાંત ની કિંમતનો 23 કિલો 259 ગ્રામ ગાંજાના જથ્થા સહીત ઓટો રિક્સા, મોબાઇલ ફોન, રોકડ રકમ મળી કુલ રૂપિયા 3,60,790 નો મુદ્દામાલ કબજે કરી ચાર આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો કરી આરોપીઓ રિમાન્ડ મેળવવા માટે ની તજવીજ હાથ ધરી હતી

Tags :
auto rickshawcaughtengineGanjaHidinginvolvedSmuggling
Next Article