લાંબા વિરામ બાદ ગુજરાતમાં આવશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
- બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં છૂટા છવાયા વરસાદની આગાહી
- નવસારી, સુરત, ભરૂચ, તાપી અને વલસાડમાં પણ વરસાદની આગાહી
- ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી
Gujarat: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત (Central Gujarat) સાથે ઉત્તર ગુજરાત (North Gujarat)માં વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Morbi જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી તેમજ પૂર્વ કાઉન્સિલર પર હુમલો, જાણો શું હતો સમગ્ર બનાવ
દક્ષિણ ગુજરાતના કેટલાક તાલુકાઓમાં વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત (South Gujarat)ના વાત કરવામાં આવે તો, અત્યારે નવસારી, સુરત, ભરૂચ, તાપી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાતના કેટલાક તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત (Central Gujarat) સાથે ઉત્તર ગુજરાત (North Gujarat)માં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Junagadh સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાઓએ બેદરકારીના આક્ષેપો સાથે કર્યો હુમલો
આ વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની પણ આગાહી
વધારે વિગતે વાત કરવામાં આવે તો ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને આણંદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો, હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, દાહોદ, પંચમહાલ અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેમાં મહિસાગર, વડોદરા અને છોટાઉદેપુર સહિત અને નર્મદામાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarat: શું મહિલોની સુરક્ષા તમારી જવાબદારી નથી? GMERS મેડીકલ કોલેજની એડવાઈઝરી પર વિવાદ