Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat: બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ સાથે રાજ્યમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની આગાહી બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી Gujarat: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, કેટલા સમયથી ગુજરાત (Gujarat)માં છેલ્લા કેટલાક સમયથી વરસાદે...
09:51 AM Aug 17, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat Heavy rain
  1. ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની આગાહી
  2. બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી
  3. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી

Gujarat: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, કેટલા સમયથી ગુજરાત (Gujarat)માં છેલ્લા કેટલાક સમયથી વરસાદે નિરામ લીધો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા અને સાબરકાંઠા આમ બે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત (Gujarat)માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Botad થી સાળંગપુર 11 કિમિ ની ડાયમંડ એસોસિએશન દ્વારા પદયાત્રાનું આયોજન

ભારે વરસાદની આહાગી સાથે યલો એલર્ટ જાહેર

નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આહાગી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ભારે વરસાદ થયો નથી. જેના કારણ લોકો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ સાથે ઉત્તર ગુજરાત સાથે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. નોંધનીય છે કે, આગામી પાંચ દિવસ સુધી ગુજરાત (Gujarat)માં વરસાદ આગાહી કરવામાં આવી છે. જો કે, બનાસકાંઠા સહિત સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Mainank Patel: અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા, સગીરના આડેધડ ફાયરિંગમાં યુવકનું મોત

આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત (Gujarat)માં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, ડાંગ, સુરત, તાપી સહિત નર્મદામાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, અહીં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં સહિત સૌરાષ્ટ્રમાં છુટાછવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Amreli : કોલકાતાની ઘટનાનાં વિરોધમાં કેન્ડલ માર્ચ, IMA નાં અધ્યક્ષે જાહેરમાં પિસ્તોલ બતાવી કહ્યું- હવે ફરજિયાત..!

Tags :
GujaratGujarat heavy rainGujarati Newsheavy rainVimal Prajapati
Next Article