Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્વાસ્થ્ય કર્મીઓએ યોગ કરીને તંદુરસ્તીનો સંદેશ પાઠવ્યો

મેડિસિટીની બી.જે. મેડિકલ કોલેજમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) ની ઉજવણી કરાઇ હતી. ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને અમદાવાદ સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી પણ જોડાયા હતા. ૯ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ સિવિલ મેડિસિટીની બી.જે. મેડિકલ કોલેજમાં તબીબો...
05:06 PM Jun 21, 2023 IST | Hardik Shah

મેડિસિટીની બી.જે. મેડિકલ કોલેજમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) ની ઉજવણી કરાઇ હતી. ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને અમદાવાદ સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી પણ જોડાયા હતા. ૯ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ સિવિલ મેડિસિટીની બી.જે. મેડિકલ કોલેજમાં તબીબો દ્વારા યોગ કરવામા આવ્યાં.

હર ઘર આંગણે યોગ થીમ આધારિત થઈ રહેલ ૯ માં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સિવિલ હોસ્પિટલના સ્વાસ્થ્ય કર્મીઓએ યોગાસન કરીને તંદુરસ્તીનો સંદેશ પાઠવ્યો હતો. વર્ષ 2015 થી દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજનનો મુખ્ય હેતુ શારીરિક, મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક સુખાકારી વધારી યોગની અપાર સંભાવનાઓને પ્રકાશિત કરવાનો છે.

બી‌.જે.મેડિકલ કોલેજમાં આયોજિત યોગ કાર્યક્રમમાં અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી, હોસ્પિટલના વિવિધ વિભાગોના વડા, તબીબો, નર્સિંગ સ્ટાફ, મેડિકલ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

આ પણ વાંચો - મોદીજીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનશે, ન્યૂયોર્કમાં વસતા એનઆરઆઇ વડાપ્રધાન મોદી પર ઓળ-ઘોળ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - સંજય જોષી

Tags :
Ahmedabad Civil HospitalHealth workersInternational Yoga DayInternational Yoga Day 2023message of healthYoga
Next Article