Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કીડા-મકોડા જેવી પ્રજાને મરવા માટે મુકી આરોગ્યમંત્રી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત

કુખ્યાત ખ્યાતી હોસ્પિટલ (Khyati multispeciality hospital) ફરી એકવાર વિવાદમાં આવી છે. પૈસા માટે ઓપરેશનો કરી નાખ્યા
કીડા મકોડા જેવી પ્રજાને મરવા માટે મુકી આરોગ્યમંત્રી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત
Advertisement
  • ખ્યાતી હોસ્પિટલે ઘૂંટણના દુખાવા હોય તેવા લોકોના હૃદયના ઓપરેશન કર્યા
  • 2 લોકોનાં મોત નિપજ્યાં બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો
  • આયુષ્યમાન કાર્ડ હોય તો ગમે તેની ચીરફાડ કરી નાખતા ડોક્ટર રૂપી કસાઇ

અમદાવાદ: કુખ્યાત ખ્યાતી હોસ્પિટલ (Khyati multispeciality hospital) ફરી એકવાર વિવાદમાં આવી છે. મહેસાણા જિલ્લાનાં વિવિધ ગામમાં શિકાર (મેડિકલ કેમ્પ) કરવા માટે જતી આ હોસ્પિટલનું કૌભાંડ હવે ખુલ્લુ પડી ચુક્યું છે. મહેસાણાના બેરિસણા ગામમાં 19 લોકોને હોસ્પિટલમાં દાખલ કરી તેમની એન્જિયોગ્રાફી કરી હતી. ત્યાર બાદ તેમને સ્ટેન્ટ મુકવામાં પણ આવ્યા હતા. જો કે ઓપરેશન બાદ દર્દીઓની તબિયત લથડતા 2 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 5 લોકો હાલ પણ icu માં છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશી ઘૂસણખોરીને લઈને ED એકશનમાં, અનેક જગ્યાઓ પર પાડ્યા દરોડા

Advertisement

આયુષ્યમાન કાર્ડ હોય તો ગમે તે ઓપરેશ કરી નાખતા

જો કે આ મામલે એક પછી એક ખુલાસા થઇ રહ્યા છે. માત્ર આયુષ્યમાન કાર્ડ દ્વારા મળતી રકમ કમાવા માટે આ ડોક્ટર સ્વરૂપે રહેલા કસાઇઓ ગમે તેનું ઓપરેશન કરી નાખતા હતા. સંચાલકો અને ડોક્ટરોના ખિચ્ચા ભરાય તે માટે આ લોકો મેડિકલ કેમ્પના નામે વિવિધ સ્થળો પર શિકાર કરવા જતા હતા. તમે ઘુંટણનો દુખાવો હોય કે કમરનો ઓપરેશનનાં નામે સ્ટેન્ટ મુકીને સરકાર પાસેથી કરોડો રૂપિયા પડાવતા હતા. સામાન્ય માણસના શરીરમાં પણ ચીરફાડ કરીને તેને આજીવન યાતનામાં રહેવા માટે મજબુર કરી દેતા હતા.

Advertisement

આ પણ વાંચો : US ના કેન્સાસમાં 5 લોકોની ગોળી મારીને હત્યા, આરોપીનું પણ થયું મોત...

ફરી એકવાર કોઇ ચમરબંધીને છોડવામાં નહી આવે

જો કે આટલા મોટા કાંડ થઇ રહ્યા હોવા છતા પણ સરકાર પોતાની નિંદ્રામાં જ મસ્ત છે. કોઇ ચમરબંધીને છોડવામાં નહીં આવે, ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપાઇ છે. કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. દોષીતોને કડક સજા મળશે જેવા વાક્યો ફરી એકવાર ગુંઝવા લાગ્યા છે. જો કે આ બધા વચ્ચે ગુજરાતના આરોગ્ય મંત્રી તો પ્રચારમાં વ્યસ્ત છે. તેમને નાગરિકો રૂપી કીડા મકોડાની કંઇ પડી નથી. તેઓ તો પોતાની પાર્ટી મહારાષ્ટ્રમાં પણ જ્વલંત વિજયી થાય તે માટે બાજુના રાજ્યના કીડા મકોડાઓને મનાવવા માટે ગયા છે.

આ પણ વાંચો : જગદગુરુ Rambhadracharya ની પ્રતિજ્ઞા, હું કોઇ કૃષ્ણ મંદિરમાં નહીં જાઉં....

આરોગ્યમંત્રી તો મહારાષ્ટ્રમાં પ્રચાર કરી રહ્યા છે

ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષીકેશ પટેલ હાલ મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. જ્યારે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે નફ્ફટાઇથી જણાવ્યું કે, તપાસનાં આદેશ આપી દેવાયા છે. દરેક મૃતકનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. દોષીતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલે હાલ તો ગુજરાતી કીડા-મકોડા મરી જાય તો તેમને ફર્ક નથી પડતો. કારણ કે તેમને બાજુના રાજ્યમાં પ્રચાર કરવાનો છે.

આ પણ વાંચો : Khyati Hospital : ગ્રામજનોમાં રોષ, પૂર્વ DyCM નીતિન પટેલ હોસ્પિટલ પહોંચ્યા, બેઠકોનો દોર શરૂ!

Tags :
Advertisement

.

×