Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hasmukh Patel : LRD પરીક્ષામાં ગેરરીતિ કરનારા સામે સકંજો, 37 ઉમેદવાર ગેરલાયક, ફટકારાઈ આ સજા!

લોકરક્ષકની ભરતીમાં ગેરરીતિ કરનારા સામે સકંજો 2021 માં ગેરરીતિ આચરનારા 37 ઉમેદવાર ગેરલાયક 3 વર્ષ સુધી રાજ્ય સરકારની પરીક્ષા નહીં આપી શકે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલે (Hasmukh Patel) મહત્ત્વની જાહેરાત અને માહિતી આપી છે. તેમણે કહ્યું...
hasmukh patel   lrd પરીક્ષામાં ગેરરીતિ કરનારા સામે સકંજો  37 ઉમેદવાર ગેરલાયક  ફટકારાઈ આ સજા
  1. લોકરક્ષકની ભરતીમાં ગેરરીતિ કરનારા સામે સકંજો
  2. 2021 માં ગેરરીતિ આચરનારા 37 ઉમેદવાર ગેરલાયક
  3. 3 વર્ષ સુધી રાજ્ય સરકારની પરીક્ષા નહીં આપી શકે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલે (Hasmukh Patel) મહત્ત્વની જાહેરાત અને માહિતી આપી છે. તેમણે કહ્યું કે, વર્ષ 2021 લેવાયેલ LRD પરીક્ષામાં ગેરરીતિ કરનાર ઉમેદવારો સામે પગલાંઓ લેવામાં આવ્યા છે. કુલ 37 ઉમેદવારોને 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવામાં આવ્યા છે. આ ઉમેદવારો 3 વર્ષ દરમિયાન કોઈ પણ ભરતીની પરીક્ષા આપી શકશે નહીં. હસમુખ પટેલે કહ્યું કે, ભરતી માટે ઉમેદવારોને વધુ એક તક મળશે. ઉમેદવારો માટે ભરતીની અરજી કરવા માટે પોર્ટલ ખુલશે.

Advertisement

આ પણ વાંચો - Dashama Visarjan : મૂર્તિ વિસર્જન વખતે બની ગોઝારી ઘટના, 5 પૈકી 3 ના નદીમાં ડૂબી જતાં મોત

Advertisement

37 ઉમેદવાર 3 વર્ષ સુધી કોઈ પણ ભરતી પરીક્ષા આપી શકશે નહીં

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ (Gujarat Police Recruitment Board) હસમુખ પટેલે કહ્યું કે, વર્ષ 2021 માં લેવાયેલ LRD પરીક્ષામાં ગેરરીતિ કરનાર ઉમેદવારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 37 ઉમેદવારોને 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવામાં આવ્યા છે. આ ઉમેદવારો 3 વર્ષ દરમિયાન કોઈપણ ભરતીની પરીક્ષા આપી શકશે નહીં. તેમણે કહ્યું કે, આ ઉમેદવારોએ શારીરિક કસોટીનાં કોલ લેટર સાથે ચેડાં કર્યા હતા. જવાબદાર ઉમેદવારોમાં અમદાવાદનાં (Ahmedabad) 18 અને રાજકોટનાં (Rajkot) 9 ઉમેદવાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. હસમુખ પટેલે આગળ કહ્યું કે, મહિલા ઉમેદવારની અરજી રદ કરાવનાર સામે પણ પગલાં લેવામાં આવ્યા છે. આ સાથે તેમણે કોઈપણ લાલચમાં ન આવવા ઉમેદવારોને અપીલ કરી છે.

આ પણ વાંચો - Surat : 1 કરોડનું ડ્રગ્સ ફેંકીને ફરાર થયેલો આરોપી આખરે ઝડપાયો, પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા!

Advertisement

ભરતી માટે ઉમેદવારોને વધુ એક તક મળશે : હસમુખ પટેલ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષે (Hasmukh Patel) કહ્યું કે, ભરતી માટે ઉમેદવારોને વધુ એક તક મળશે. ઉમેદવારો માટે ભરતીની અરજી કરવા માટે પોર્ટલ ખુલશે. PSI તથા LRD ની ભરતીમાં અરજી માટે પોર્ટલ આગામી 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ખુલશે. જે લોકો ચાલુ વર્ષે સ્નાતક થઈ ગયા છે તેમના માટે આ પોર્ટલ ફરી ખોલવામાં આવશે. તેમણે કહ્યું કે, OMR લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા જ લોકરક્ષક (LRD) અને PSI ની ભરતી પરીક્ષા લેવાશે. જ્યારે નવી CBRT પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ કરવામાં હાલ નહીં આવે. ચોમાસા પછી શારીરિક પરિક્ષા લેવામાં આવશે. એવી પોલીસ ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે સ્પષ્ટતા કરી હતી.

આ પણ વાંચો - Amreli : ગૌવંશનું કતલ કરી હિન્દુઓની લાગણી દુભાવનાર વિધર્મી શખ્સને કોર્ટે ફટકારી આ સખત સજા

Tags :
Advertisement

.