ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

HARNI KAND: ક્યાંક અંતિમ યાત્રા તો ક્યાંક નીકળી રહ્યો છે ઝનાઝો, સમગ્ર વડોદરામાં આક્રંદ

HARNI KAND: વડોદરામાં ગઈ કાલે હરણી તળાવમાં (Harni kand) થયેલ દર્દનાક બોટ દુર્ઘટના ઘટી હતી. આ દૂર્ઘટનામાં 14 જિંંદગી હોમાઈ જતા આખું વડોદરા હિબકે ચડ્યું છે. પરિવારજના પોતાના સ્વજનને ખોયા ભારે આક્રંદ પણ જોવા મળી રહ્યો છે. આખરે નિર્દોષ બાળકોનો...
12:02 PM Jan 19, 2024 IST | VIMAL PRAJAPATI
HARNI KAND

HARNI KAND: વડોદરામાં ગઈ કાલે હરણી તળાવમાં (Harni kand) થયેલ દર્દનાક બોટ દુર્ઘટના ઘટી હતી. આ દૂર્ઘટનામાં 14 જિંંદગી હોમાઈ જતા આખું વડોદરા હિબકે ચડ્યું છે. પરિવારજના પોતાના સ્વજનને ખોયા ભારે આક્રંદ પણ જોવા મળી રહ્યો છે. આખરે નિર્દોષ બાળકોનો શું વાંક હતો? આ કરુણ ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે, બનાવની કરુણતાને પગલે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યા કડક કાર્યવાહીના નિર્દેશ કર્યા હતાં. જેના ભાગરૂપે અત્યારે 18 આરોપીઓ સામે IPCની કલમ 304, 308 અને 337,338 અને 114 હેઠળ ગુનો દાખલ કરાયો છે.

રોશની શિંદેની અંતિમ યાત્રા કાઢવામાં આવી

વડોદરાના હરણીમાં બોટ દુર્ઘટનામાં એક નાની બાળકી રોશની શિંદેએ પણ પોતાનો જીવ ગુમાવી હતો. આજે રોશની શિંદેની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. પાંચમાં ધોરણાં ભણતી રોશની શિંદના ઘરે અત્યારે ભારે આક્રંદનો માહોલ જોવા મળી રહ્યો છે. 18 તારીખેનો દિવસ રોશની માટે અંધારૂ લઈને આવ્યો હતો. ગઇકાલે રોશની સ્કૂલ પિકનિકમાંથી પીકનીક માટે ગઈ ત્યાં હરણી તળાવમાં બોટિંગ કરતા તેનો જીવ ગયો હતો.

ક્યાંક અંતિમ યાત્રા તો ક્યાંક નીકળી રહ્યો છે ઝનાઝો

વડોદરા શહેરમાં અત્યારે એક પછી એક ક્યાક અંતિમ યાત્રા તો ક્યા ઝનાઝા નીકળી રહ્યા છે. અત્યારે આખું વડોદરા હિબકે ચડ્યું છે. ઠેર-ઠેર માત્ર રૂદનનું આક્રંદ છવાઈ રહ્યું છે. ઉલ્લેખની છે કે, મૃતક રોશની શિંદેના ઘરે પણ આક્રંદ છવાયો છે. મૃતકોના સગાસંબંધી અને પાડોશી સાંત્વના આપવા માટે પહોંચી રહ્યાં છે.

પરિવારે શાળા સંચાલક પર આક્ષેલ લગાવ્યો

ગુજરાત ફર્સ્ટની ટીમ અલિશબા કોઠારી ના ઘરે પહોંચી હતીં, ધોરણ ચારમાં ભણતી અલિશબા કોઠારીનું પણ ડૂબી જવાથી મોત થઈ ગયું હતું. અલિશબાના પરિવારે સ્કૂલ સંચાલક પર આક્ષેપ લગાવ્યો છે. પરિવારે આક્ષેપ કરતા કહ્યું કે, "બાળકોને પિકનિકમાં ક્યાં લઈ જાય છે તે પણ નહોતું જણાવ્યુ". આ સાથે મેયર અને કમિશનર રાજીનામું આપે તેવી પરિવારના લોકો માંગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: બેદરકારીએ હદ વટાવી! સેવઉસળવાળો બોટનો અનુભવી કઈ રીતે હોઈ શકે?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Gujarati NewsHARNI HATYA KANDHARNI KANDHARNI LAKEVadodara News
Next Article