Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાતની ગૌરવરૂપ સિદ્ધિ, CM ભૂપેન્દ્ર પટેલે આપી માહિતી

સાથે જ ભારતનાં 21 મોટા રાજ્યોમાં જાહેર દેવા ઘટાડામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યું છે.
gandhinagar   નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાતની ગૌરવરૂપ સિદ્ધિ  cm ભૂપેન્દ્ર પટેલે આપી માહિતી
Advertisement
  1. CM ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
  2. ગુજરાતના જાહેર દેવામાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાની માહિતી આપી
  3. GSDP ના 4.5 ટકા જેટલો જાહેર દેવામાં ઘટાડો
  4. ભારતના મોટા 21 રાજ્યોમાં જાહેર દેવા ઘટાડામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે

Gandhinagar : ગુજરાતનાં જાહેર દેવામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ અંગે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સોશિયલ મીડિયા એકાઉન્ટ (X) પર પોસ્ટ કરીને માહિતી આપી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યનાં GSDP ના 4.5 ટકા જેટલો જાહેર દેવામાં ઘટાડો નોંધાયો છે. સાથે જ ભારતનાં 21 મોટા રાજ્યોમાં જાહેર દેવા ઘટાડામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Junagadh : BJP નો ચૂંટણી ઢંઢેરો, ચોરવાડ પહોંચી Gujarat First ની ટીમ, જાણો સ્થાનિકોનો મૂડ!

Advertisement

ગુજરાતનાં GSDP ના 4.5 ટકા જેટલો જાહેર દેવામાં ઘટાડો

રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ (X) પર પોસ્ટ કરીને રાજ્યનાં જાહેર દેવામાં નોંધપાત્ર ઘટાડા અંગે માહિતી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, ગુજરાતે તેના ડેટ-ટુ-GSDP રેશિયોમાં, એટલે કે કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદનનાં પ્રમાણમાં રાજકોષીય ઋણનાં દરમાં, છેલ્લા 10 વર્ષમાં 4.5% જેટલો ઘટાડો કર્યો છે. જે ભારતનાં તમામ 21 મોટા રાજ્યોમાં સૌથી વધુ ઘટાડો છે.

Advertisement

આ પણ વાંચો - Mahakumbh 2025 : ગુજરાત પેવેલિયનમાં 2235 ગુજરાતી યાત્રિકોનો ઉતારો, પ્રદર્શન ખંડની 69,192 એ લીધી મુલાકાત

'PM મોદીનાં માર્ગદર્શનમાં ગુજરાતે સુદૃઢ નાણાકીય વ્યવસ્થાપનની પરંપરા ઊભી કરી'

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, 'NCAER નાં અર્થશાસ્ત્રીઓએ બહાર પાડેલા પેપરમાં આ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના (PM Narendra Modi) માર્ગદર્શનમાં ગુજરાતે સુદૃઢ નાણાકીય વ્યવસ્થાપનની પરંપરા ઊભી કરી છે. આ આંકડા તેનો જીવંત પુરાવો છે.'

આ પણ વાંચો - Mahakumbh: ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી

Tags :
Advertisement

Trending News

.

×