પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત પુરૂષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની ઉંમરે મુંબઈમાં અવસાન
- પુરૂષોત્તમ ઉપાધ્યાયનું નિધન: ગુજરાતી સંગીત જગતમાં શોક
- પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પુરૂષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની ઉંમરે અવસાન
- ગુજરાતી સંગીતના જાણીતા ગાયક અને સંગીતકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયનું નિધન
- ગુજરાતી સંગીતને નવી ઊંચાઈઓ પર પહોંચાડનાર પુરૂષોત્તમ ઉપાધ્યાયનું અવસાન
Purushottam Upadhyay has Passed Away : પ્રસિદ્ધ ગુજરાતી સંગીતકાર અને ગાયક પુરૂષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની ઉંમરે મુંબઈમાં અવસાન થયું છે. તેમના અવસાનથી ગુજરાતી સંગીત જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. પુરૂષોત્તમ ઉપાધ્યાય (Purushottam Upadhyay) ને માત્ર ગુજરાતી સંગીતજગતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં ગુજરાતી સાહિત્ય અને સંગીતને નવી ઊંચાઈઓ પર પહોંચાડવાના તેમના યોગદાન માટે જાણવામાં આવે છે. તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો અને ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કારથી પણ તેમને સન્માનિત કર્યા હતા.
ફિલ્મો, નાટકો અને ગીતોનું બહુમૂલ્ય યોગદાન
પુરૂષોત્તમ ઉપાધ્યાયે (Purushottam Upadhyay) તેમના જીવનકાળમાં 30થી વધુ ફિલ્મો અને 30 નાટકોમાં સંગીત આપ્યું હતું. તેમણે સ્વરાંકન કરેલા ગુજરાતી ગીતો માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના વિવિધ ખૂણાંમાં વસતા ગુજરાતીઓના હૃદયને સ્પર્શી ગયા હતા. તેમણે ગુજરાતી ભાષાના ગીતોને અદભૂત સંગીતમાં રચે અને તેને લોકપ્રિય બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
જાણીતા સંગીતકાર પદ્મશ્રી Purshottam Upadhyay નું નિધન
પુરષોતમ ઉપાધ્યાયે Mumbai માં લીધા અંતિમ શ્વાસ
Gujarat ના ગૌરવ સમા સંગીતકારનું 90 વર્ષની ઉંમરે અવસાન#PurshottamUpadhyay #BigBreaking #PassesAway #Singer #PadmaShri #GujaratFirst pic.twitter.com/6QnqK7y4lC— Gujarat First (@GujaratFirst) December 11, 2024
દિગ્ગજ ગાયકો સાથે કાર્ય
પુરૂષોત્તમ ઉપાધ્યાયે તેમના સંગીતકાર જીવનમાં બેગમ અખ્તર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોસલે અને મહેન્દ્ર કપૂર જેવા પ્રતિષ્ઠિત ગાયકો સાથે કામ કર્યું હતું. આ આલા દરજ્જાના ગાયકો પાસેથી તેમણે ગુજરાતી ગીતો ગવડાવ્યા, જેને લોકો આજ સુધી યાદ કરે છે. તેમના સ્વરાંકન દ્વારા તેમણે ગુજરાતી સંગીતને નવી ઓળખ આપી હતી અને તે ભારતની સીમાઓને વટાવી વિશ્વભરમાં પ્રખ્યાત થયું.
કોણ હતા પુરૂષોત્તમ ઉપાધ્યાય?
પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ 15 ઓગસ્ટ, 1934ના રોજ ગુજરાતના ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામમાં થયો હતો. તેઓ ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી ગાયક અને સંગીતકાર હતા. નાનપણથી જ તેમને સંગીત સાંભળવાનો ખૂબ શોખ હતો અને સાથે ગાવાનો ઉત્સાહ પણ તેમને તે સમયે જ જાગ્યો હતો. શાળાના દિવસોમાં અનેક પારિતોષિકો મેળવ્યા હતા, અને આ તમામ અનુભવો તેમની સંગીત પ્રત્યેની પસંદગી મજબૂત કરતા ગયા. ભણવા કરતા વધારે તેમને સંગીતમાં રસ હતો, જેનાથી પ્રભાવિત થઈ તેઓ મુંબઇ ગયા હતા, પરંતુ જે વિચારીને તેઓ ત્યા ગયા હતા તે થઇ ન શક્યું અને તેમણે ફરી વતન તરફ મીટ માંડી.
સંગીત કારકિર્દીનો માર્ગ
તેમણે નાટક-કંપનીઓમાં નાની ભૂમિકાઓ ભજવવાનું શરૂ કર્યું. જોગાનુજોગ ગુજરાતી રંગમંચના પ્રખર અભિનેતા અશરફખાનની હાજરીમાં નૂરજહાંએ ગાયેલું ગીત ગાવાની તક મળવાથી તેમના જીવનમાં નવો વળાંક આવ્યો. થોડા સમય બાદ તેમણે એકવાર ફરી મુંબઇ જઇને નાની-મોટી તકો મેળવવાનું શરૂ કર્યું. તેમનું નસીબ તેમને નાટ્ય અને સંગીત જગતના દિગ્ગજો જેમ કે અમીરબાઇ કર્ણાટકી, તબલાનવાજ ઉસ્તાદ અલ્લારખાંસાહેબ, દિલીપ ધોળકિયા અને અવિનાશ વ્યાસ જેવા સ્વરકારો સાથે મળાવ્યા. અશરફખાનની ભલામણથી તેમણે આકાશવાણી, મુંબઇમાં ગાવાનું શરૂ કર્યું હતું. તેઓને ભારતીય વિદ્યાભવનમાં અવિનાશ વ્યાસના માર્ગદર્શન હેઠળ સંગીત કાર્યક્રમોના સંચાલનનો અવકાશ મળ્યો. સાથે સાથે તેમણે ઉસ્તાદ નવરંગ નાગપુરકર પાસેથી શાસ્ત્રીય સંગીતના પાઠ લઈને પોતાની સંગીતકલાને વધુ ધારદાર અને શાસ્ત્રશુદ્ધ બનાવવાની શરૂઆત કરી.
આ પણ વાંચો: સુનીલ પાલ બાદ હવે અભિનેતા મુશ્તાક ખાનનું થયું અપહરણ!