Gujarat Weather : રાજયમાં હાડ થીજવતી ઠંડીનું જોર યથાવત
- રાજ્યમાં ઠંડીનું જોર યથાવત
- પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના પવનો
- હાલ સમગ્ર વિસ્તારમાં વાતાવરણ શુષ્ક
Gujarat Weather:રાજયભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે જેમા તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.મોટાભાગના જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે તો નલિયા 6.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે,લઘુત્તમમાં વધુ પરિવર્તન નહિ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો
ગાત્રો થીજવતી ઠંડીમાં ગુજરાતવાસીઓ ઠુંઠવાયા છે સાથે સાથે ઉત્તર પૂર્વના પવનોને લીધે ઠંડીની અસર જોવા મળી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,અમદાવાદ 12.1 ડિગ્રી,ગાંધીનગર 11.2 ડિગ્રી,વડોદરા 11.4 ડિગ્રી,દ્વારકા 13.5 ડિગ્રી,ભુજ 10.8 ડિગ્રી,ડીસા 8.5 ડિગ્રી,વેરાવળ 15.3 ડિગ્રી,કંડલા 8.8 ડિગ્રી,નલિયા 6.2 ડિગ્રી,સુરત 15.9 ડિગ્રી,કેશોદ 11.4 ડિગ્રી,રાજકોટ 9.8 ડિગ્રી,ભાવનગર 13.8 ડિગ્રી,અમરેલી 12.0 ડિગ્રી,પોરબંદર 13 ડિગ્રી,મહુવા 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા
સમગ્ર કાશ્મીરમાં ઠંડીના મોજાની તીવ્રતામાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ચાલુ સપ્તાહમાં ફરીથી બરફ વર્ષા થવાની આગાહી વ્યક્ત કરી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોના મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં અત્યારે સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી ચારથી પાંચ દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે.
આ પણ વાંચો -Gandhinagar: ગુજરાત સરકારની આજે કેબિનેટ બેઠક, HMPVના નિયંત્રણ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા
કોલ્ડવેવની શકયતા નહીવત
રાજયમાં હાલમાં કોલ્ડવેવની શકયતા નહીવત જોવા મળી છે,આગામી સમયમાં પણ રાજયમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી નથી,રાજયમાં બેઠી ઠંડી રહેશે અને પવનો ફૂંકાશે એટલે ઠંડીનો અહેસાસ જોવા મળશે સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે ઠંડીની આગાહી કરવામાં આવી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતા ઠંડીમાં વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો -Amreli: મોડી રાત્રે તાલુકા એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ પહોંચ્યા પાયલ ગોટીના ઘરે, પાયલે આખી વ્યથા ફરીથી વર્ણવી
બપોરના સમયે ગરમી પણ પડી શકે છે
ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે.