Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: 176 ટકા વરસાદ સાથે કચ્છ ઝોનમાં સૌથી મોખરે, આ વિસ્તારમાં સરેરાશ માત્ર એક ટકા જેટલો વરસ્યો

24 કલાકમાં કચ્છના માંડવી તાલુકામાં સૌથી વધુ ૧૫ ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો ગુજરાતમાં સરેરાશ 111 ટકાથી વધુ વરસાદ વરસ્યો Gujarat: ગુજરાતમાં અત્યારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. વિગતે વાત કરવામાં આવે તો,...
gujarat  176 ટકા વરસાદ સાથે કચ્છ ઝોનમાં સૌથી મોખરે  આ વિસ્તારમાં સરેરાશ માત્ર એક ટકા જેટલો વરસ્યો
  1. 24 કલાકમાં કચ્છના માંડવી તાલુકામાં સૌથી વધુ ૧૫ ઇંચ વરસાદ
  2. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો
  3. ગુજરાતમાં સરેરાશ 111 ટકાથી વધુ વરસાદ વરસ્યો

Gujarat: ગુજરાતમાં અત્યારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. વિગતે વાત કરવામાં આવે તો, રાજ્યભરમાં વરસાદનું જોર એકદમ ઘટ્યું પરંતુ કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય (Gujarat)માં ગત 24 કલાક દરમિયાન કચ્છના માંડવી તાલુકામાં સૌથી વધુ 15 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. આ સાથે સમગ્ર કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 4 ઈંચથી વધુ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

Advertisement

આ પણ વાંચો: ભાદર નદીના પાણી શહેરના 5 હજાર ઘરોમાં ઘૂસ્યા, બંદરની કુલ 7 થી 8 બોટોને પણ નુકસાન

Advertisement

કચ્છ ઝોનમાં સૌથી વધુ 176 ટકાથી વધુ વરસાદ

ચાલુ મોસમમાં રાજ્ય (Gujarat)નો કુલ સરેરાશ વરસાદ 111 ટકાથી વધુ રહ્યો હોવાનું અનુમાન છે. આ સાથે કચ્છ ઝોનમાં સૌથી વધુ અધધ 176 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ગત દિવસો દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું છેલ્લા બે દિવસથી જોર ઘટ્યું હોવાનું સામે આવ્યું છે. કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છના માંડવી તાલુકામાં સૌથી વધુ 15 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે, સમગ્ર કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 4 ઈંચથી વધુ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો: નેત્રંગ તાલુકાના વરખડી ગામે ચાર મહિના પહેલા તૈયાર થયેલું નાળું તણાઈ ગયું, ભ્રષ્ટાચારના આક્ષેપ

Advertisement

ભુજ અને લખપત તાલુકામાં 2 -2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો

ગુજરાત (Gujarat)ના તમામ જિલ્લામાં સરેરાશ એક ઇંચ કરતા પણ ઓછો વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં કચ્છના મુન્દ્રા તાલુકામાં 8 ઈંચથી વધુ, દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં 7 ઈંચથી વધુ, કચ્છના અબડાસા તાલુકામાં 6 ઈંચથી વધુ તેમજ અંજાર તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ સાથે કચ્છના ગાંધીધામ, ભુજ અને લખપત તાલુકામાં 2 -2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. કચ્છના નખત્રાણા અને ભચાઉ, જૂનાગઢના ભેસાણ, રાજકોટના લોધિકા, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, જામનગરના જોડીયા, સુરેન્દ્રનગરના ચુડા અને ચોટીલા, અમદાવાદના ધોલેરા, બનાસકાંઠાના દાંતીવાડા, અરવલ્લીના ભિલોડા, નવસારીના ચીખલી, સાબરકાંઠાના પોશીના અને ડાંગના સુબિર તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો: Mehsana: કડી - દેત્રોજ રોડ બલાસર નર્મદા બ્રિજ થયો જર્જરિત, 3 કિમીનું ડાયવર્ઝન

છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ

ઉપરાંત રાજ્યના આશરે 200 તાલુકામાં એક ટકાથી ઓછો વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યના કુલ 222 તાલુકામાં સરેરાશ એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. તારીખ 30 મી સવારે 06:00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 111 ટકા નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 177 ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 124 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 111 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 105 ટકાથી વધુ, જ્યારે ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 87 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાય છે.

Tags :
Advertisement

.