Chandreshkumar Borisagar: 20 ભાષામાં બાળકોને ભણાવતા શિક્ષક સાથે Gujarat First ની ખાસ વાતચીત
- 20 ભાષાઓમાં બાળકોને ભણાવે છે આ શિક્ષક
- મરાઠી, પંજાભી,મલયાલમ અને કન્નડ સહિત 20 ભાષા જાણે છે
- રાષ્ટ્રપતિના હસ્તે ચંદ્રેશભાઈ બોરીસાગરનું સન્માન કરવામાં આવ્યું
Chandreshkumar Borisagar: Delhi : ગુજરાતના આ શિક્ષકને ભારતના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે. આ શિક્ષક 20 ભાષામાં બાળકોને ભણાવે છે. ટેલેન્ટ જોઈને તમે પણ કહેશો 'વાહ'. કારણે કોઈ એક ભાષા જાણતું હોય તો કોઈ ત્રણ કે, ચાર ભાષા જાણતું હોય પરંતુ આ શિક્ષક 20 ભાષાઓ જાણે છે. આ શિક્ષકનું નામ છે ચંદ્રેશકુમાર બોરિસાગર. આવા શિક્ષકોના કારણે જ અત્યારે ગુજરાતમાંથી સારા એવા માણસો તૈયાર થાય છે.
Delhi : 20 ભાષામાં બાળકોને ભણાવે છે આ શિક્ષક, ટેલેન્ટ જોઈને તમે પણ કહેશો 'વાહ' | Gujarat First
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે સંવાદ કર્યો, જેમાં તેમણે વિકાસશીલ ભારતની જવાબદારી શિક્ષકોના હાથમાં હોવાની વાત કરી. PM મોદીએ શિક્ષણમાં માતૃભાષાના… pic.twitter.com/lraIK1Jt7g
— Gujarat First (@GujaratFirst) September 7, 2024
આ પણ વાંચો: Gujarat: હવે બનાવટી બોરવેલનું કૌભાંડ! ભાજપના સાંસદે રેલવે મંત્રીને લખ્યો પત્ર
ગુજરાત ફર્સ્ટ સાથે ચંદ્રેશકુમારે ખાસ વાતચીત કરી
ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતના અન્ય રાજ્યોમાં જઈને પણ ચંદ્રેશ કુમારે બાળકોને ભણાવ્યા છે. ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા તેમણે પોતાની કહાણી જણાવી હતી અને શિક્ષકની જવાબદારી કેવી હોય છે. તે વિશે પણ ખાસ વાત કરી હતી. શ્રેષ્ઠ શિક્ષકને એવોર્ડ લઈને તેઓ ખુબ જ ધન્યતા અનુભવે છે. અને હજું પણ બાળકોને ભણાવવા માટે અને ભારતને વિકસિત બનાવવા માટે તેઓ પ્રયત્નો કરતા રહેશે.
આ પણ વાંચો: Ahmedabad: અસામાજિક તત્વો તોડફોડ કરતા રહ્યા અને પોલીસ પ્રેક્ષક બની તમાશો જોતી રહી!
ગુજરાતના બે શિક્ષકોનું રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માન
વડાપ્રધાન સાથે વાત કરી ત્યાારે પણ ચંદ્રેશકુમારે પોતાની શિક્ષણ પ્રતિભા દેખાડી હતી. આ દરમિયાન ચંદ્રેશભાઈએ વડાપ્રધાન સાથે વાત કરતો પોતે જેટલી ભાષાઓ જાણે તે ભાષાઓમાં વાત કરી હતી. આ વર્ષે શિક્ષક દિવસે ભારતના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યાં હતા. જેમાં ગુજરાતના બે શિક્ષકોનું પણ રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતના બે શિક્ષકો વિનયભાઈ અને ચંદ્રેશભાઈ બોરીસાગરનું સન્માન કરવામાં આવ્યું હતું. ચંદ્રેશભાઈ હિંદી, ગુજરાતી, મરાઠી, પંજાભી,મલયાલમ અને કન્નડ જેવી 20 ભાષાઓમાં બાળકોને શિક્ષણ આપે છે.
આ પણ વાંચો: Rajkot : આત્મીય યુનિવર્સિટીમાં કરોડોનાં કૌભાંડ મામલે ત્યાગ વલ્લભ સ્વામીને મોટો ઝટકો