Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટર અને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીઓનું થશે સન્માન, આ રહીં યાદી...

Gujarat:
gujarat  શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટર અને શ્રેષ્ઠ  જિલ્લા વિકાસ અધિકારીઓનું થશે સન્માન  આ રહીં યાદી
Advertisement
  1. શ્રેષ્ટ અધિકારીને મળતે 51 હજારનો રોકડ પુરસ્કાર
  2. અધિકારી અંગત હેતુઓ માટે ન નહીં કરી શકે રોકડ પુરસ્કારની રકમ
  3. જે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હોય તે જિલ્લાને 40 લાખની પ્રોત્સાહક ગ્રાંટ

Gujarat: રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરો અને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીઓના નામની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વર્ષ 2019-20, વર્ષ 2020-21, વર્ષ 2021-22, વર્ષ 2022-23, અને વર્ષ 2023-24 દરમિયાન કરેલી કામગીરીનું વિભાગો દ્વારા કરવામાં આવેલ મુલ્યાંકનના આધારે સરકારે શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરો અને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીઓના નામ જાહેર કર્યાં છે. આ અધિકારીઓનું જાહેરમાં સન્માન કરાશે અને પુરસ્કાર પણ આપવામાં આવશે.

2019-20 થી લઈને 2023-24 ના શ્રેષ્ટ અધિકારીઓની યાદી

Advertisement

Advertisement

આ પણ વાંચો: 'The Sabarmati Report' ફિલ્મ ગુજરાતમાં થઈ ટેક્સ ફ્રી, જાણો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું..

20 અધિકારીઓ મળશે શ્રેષ્ઠ અધિકારીનું સન્માન

વધારે વિગતે વાત કરવામાં આવે તો, શ્રેષ્ઠ જાહેર થયેલા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને તારીખ 08/01/2020 ના ઠરાવની જોગલાઈ પ્રમાણે 20 અધિકારીઓને દરેકને રુપિયા 51,000 ના રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેવા ઠરાવ કરવામાં આવ્યો છે. આ સાથે સાથે જાહેર થતા નીચે દર્શાવેલ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને ઉપર વંચાણમાં લીધેલ તારીખ 08/01/2020 ના ઠરાવથી તેઓ જે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હોય તે જિલ્લાને રૂપિયા 40,00,000/ ની પ્રોત્સાહક ગ્રાંટ ચુકવવાની જોગવાઇ કરવામાં આવેલ છે.

આ પણ વાંચો: PM Modi ને ઇરફાન અલીએ કર્યા સન્માનિત

સન્માન સાથે રોકડ પુરસ્કાર પેટે મળશે રૂપિયા 51,000

વંચાણમાં લીધેલ સામાન્ય વહીવટ વિભાગના તારીખ 08/01/2020ના ઠરાવની જોગવાઇને લક્ષમાં લઇ આ હુકમના ફકરા 3 મુજબ પુરસ્કારની રકમ રૂપિયા 51,000/- નો ઉપયોગ જે તે અધિકારીએ અંગત હેતુઓ માટે ન કરતાં તેનો ઉપયોગ જે તે જિલ્લાની સમગ્ર વહીવટી તંત્રની ટીમ અથવા જે તે જિલ્લાની યોજનાકીય આવશ્યકતા અનુસાર કરવાનો રહેશે. ઇનામની રકમ મળ્યા બાદ 2 વર્ષમાં તેનો ઉપયોગ ન થાય તો તે રકમ સરકારમાં પરત જમા કરાવવાની રહેશે. આ રકમનો ઉપયોગ થયા બાદ વપરાશનું પ્રમાણપત્ર મોકલી આપવાનું રહેશે.

આ પણ વાંચો: Rajkot સિવિલ હોસ્પિટલ સારવારને લઈને ફરી વિવાદમાં! દર્દી સાથે આવો વ્યવહાર?

Tags :
Advertisement

Trending News

.

×