Gujarat -સરકારી શાળાઓની નોંધપાત્ર સિદ્ધિ
- Gujarat રાજ્યમાં વર્ષ ૨૦૨૪-૨૫માં બાલવાટિકાથી ધોરણ – ૧૨ સુધી ૨.૨૯ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો
***** - વર્ષ ૨૦૨૪-૨૫માં અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ કુલ ૩૭ હજાર તેમજ બનાસકાંઠા જિલ્લામાં ૧૦ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં લીધો પ્રવેશ
Gujarat રાજ્યમાં શિક્ષણના સ્તરની ઉત્તરોત્તર વૃદ્ધિ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અનેકવિધ નવી પહેલ PM શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના Chief Minister તરીકે હતા ત્યારે શરૂ કરી છે.
આ પહેલ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના નેતૃત્વમાં વધુ વેગવંતી બની છે જેના પરિણામે ગુજરાતના વાલીઓ પોતાના બાળકોનું ભાવી ઘડવા રાજ્ય સરકારની શિક્ષણ પદ્ધતિ પર વધુને વધુ વિશ્વાસ મુકી રહ્યા છે.
લાખો વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો
Gujarat રાજ્યમાં વર્ષ ૨૦૨૪–૨૫માં બાલવાટિકાથી ધોરણ-૧૨ સુધી કુલ ૨,૨૯,૭૪૭ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ કુલ ૩૭,૭૮૬ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે; જ્યારે સુરત મહાનગરપાલિકાના કુલ ૨૨,૮૯૨ વિદ્યાર્થીઓ, વડોદરા મહાનગરપાલિકામાં કુલ ૧૦,૬૦૨ વિદ્યાર્થીઓ અને રાજકોટ મહાનગરપાલિકામાં કુલ ૬,૨૦૪ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
રાજ્યભરમાં સરકારી શાળાઓમાં પ્રવેશ
બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ૧૦,૨૨૮ વિદ્યાર્થીઓ, મહેસાણામાં ૮,૨૬૭ વિદ્યાર્થીઓ, ભાવનગરમાં કુલ ૮,૨૪૨ વિદ્યાર્થીઓ, જૂનાગઢમાં ૭,૮૯૨ વિદ્યાર્થીઓ, આણંદમાં ૭,૨૬૯ વિદ્યાર્થીઓ, અમદાવાદ ગ્રામીણમાં કુલ ૬,૯૧૦ વિદ્યાર્થીઓ રાજકોટમાં કુલ ૬,૮૮૧ વિદ્યાર્થીઓ, ગાંધીનગરમાં ૬,૮૧૧ વિદ્યાર્થીઓ, કચ્છમાં ૫,૯૫૨ વિદ્યાર્થીઓ, ખેડામાં ૫,૯૧૦ વિદ્યાર્થીઓ, અને સુરતમાં ૫,૭૭૭ વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આમ રાજ્યમાં તમામ જિલ્લાઓ, નગરપાલિકાઓ અને ચાર મહાનગરપાલિકામાંથી કુલ ૨,૨૯,૭૪૭ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓની સાપેક્ષે સરકારી શાળામાં પ્રવેશ મેળવવાને પ્રાધાન્ય આપ્યું છે.
રાજ્યની સરકારી શાળાઓમાં ગુણવત્તાયુકત શિક્ષણ
રાજ્યની સરકારી શાળાઓ ગુણવત્તાયુકત શિક્ષણ તો આપી જ રહી છે. આ સાથે પીવાના પાણી, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, રમત-ગમત મેદાન, પોષણયુક્ત મધ્યાહન ભોજન, ગણવેશ, સ્માર્ટ ક્લાસ, ઓરડા, અને સ્વચ્છતા જેવી શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ આજે સરકારી શાળાઓમાં મળી રહી છે.
રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના હિતમાં દર વર્ષે બજેટમાં ઉત્તરોતર વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ માટે ગત વર્ષ ૨૦૨૩-૨૪ બજેટની જોગવાઈ કરતાં રૂ.૧૧,૪૬૩ કરોડના વધારા સાથે કુલ રૂ.૫૫,૧૧૪ કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.
ગુણવત્તાયુક્ત શિક્ષણમાં સરકારી શાળો શ્રેષ્ઠ
શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં ખૂબ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ આજના સમયમાં ટેક્નોલોજીયુક્ત શિક્ષણ મેળવી શકે તે માટે ગુજરાતમાં એક લાખથી વધુ સ્માર્ટ ક્લાસ કાર્યરત છે અને પાંચ હજારથી વધુ સ્માર્ટ ક્લાસનું કાર્ય પ્રગતિ હેઠળ છે.
રાજ્યના બાળકોને કોમ્પ્યુટરયુકત શિક્ષણ મળી શકે તે માટે ૧૬ હજાર શાળાઓમાં ૨ લાખ ૪૦ હજાર જેટલા કોમ્પ્યુટર આપવામાં આવ્યા છે. જ્યારે વધુ ચાર હજાર શાળાઓમાં ૭૦ હજાર જેટલા કોમ્પ્યુટર આપવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે.
Gujarat રાજ્યનો કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે મંત્ર સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવ, કન્યાકેળવણી, અને ગુણોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા ગુજરાતના છેવાડાના ગામ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોચાડવા કટિબદ્ધ છે.
આ પણ વાંચો- Narmada River: નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પહેલીવાર 135.61 મીટર પર પહોંચી