Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Politics: ગુજરાતના રાજકારણમાં ઘોડા દોડ્યા! કોણે ફેંક્યો 1 કરોડનો પડકાર

Gujarat Politics : ગુજરાતના રાજકારણ(Gujarat Politics)માં હાલ બીજું કોઈ નહિ, પંરતું પૂર્વ નાયબ મુખ્યમંત્રી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. મહેસાણામાં એક સમારંભમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપના કાર્યકરોને રેસના ઘોડા અને કોંગ્રેસીઓને લગ્નના ઘોડા કહી કટાક્ષ કર્યો હતો. તાજેતરમાં એક...
08:38 PM Jul 19, 2024 IST | Hiren Dave

Gujarat Politics : ગુજરાતના રાજકારણ(Gujarat Politics)માં હાલ બીજું કોઈ નહિ, પંરતું પૂર્વ નાયબ મુખ્યમંત્રી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. મહેસાણામાં એક સમારંભમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપના કાર્યકરોને રેસના ઘોડા અને કોંગ્રેસીઓને લગ્નના ઘોડા કહી કટાક્ષ કર્યો હતો. તાજેતરમાં એક કાર્યકરને ધમકી આપતાં ઓડિયો વાયરલ થતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચર્ચામાં આવ્યા હતા. ત્યારે હવે પૂર્વ APMC ડિરેક્ટરે નીતિન પટેલને ખુલ્લો પડકાર ફેંક્યો છે. આ સાથે જ પૂર્વ APMC ડિરેક્ટર બચુભાઈ પટેલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વિરુદ્ધ કરેલા આક્ષેપો ખોટા સાબિત કરી આપે એને એક કરોડનું ઇનામની પણ જાહેરાત કરી છે. આ વાયરલ પત્રિકા અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ટ્વિટ કરી છે.

ભાજપના પાંજરાપોળમાં મોકલેલા ઘોડાઓને ખુલ્લો પડકાર

ભાજપની આંતરિક લડત અંગે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કટાક્ષ કર્યો. નીતિન પટેલ સામે પડેલા કડી APMC ના પૂર્વ ડિરેક્ટર રમેશ પટેલની પત્રિકા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. પત્રિકા પોસ્ટ કરવા સાથે ચાવડાએ ભાજપની આંતરિક લડાઈ ચરમસીમાએ હોવાનું કહ્યું. અમિત ચાવડાએ ‘ભાજપના પાંજરાપોળમાં મોકલેલા ઘોડાઓને ખુલ્લો પડકાર’ એવા શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ નીતિન પટેલે કોંગ્રેસના ઘોડાઓને લગનમાં બોલાવવાને લઇ કટાક્ષ કર્યો હતો. નીતિન પટેલ સામે પત્રિકા ફરતી થતાં અમિત ચાવડાએ આંતરીક લડાઈનો કટાક્ષ કર્યો.

પૂર્વ APMC ડિરેક્ટરે શું કહ્યું?

હું પટેલ રમેશભાઈ બચુભાઈ, પૂર્વ એપીએમસી ડિરેક્ટર,કડી ગામ-આદુંદરા, તા-કડી જાહેર ખુલાસા સાથે ૧ કરોડના ઇનામની જાહેરાત કરું છું કે... મેં પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વિરુદ્ધ કરેલા આક્ષેપો ખોટા સાબિત કરી આપે એને એક કરોડનું ઇનામ લઈ જાવ. મેં મારી ૪૯ વર્ષની ઉંમરમાં કોઈ પાસે લાંચ-રુસ્વત લીધી હોય, ચોરી,શેનારી કરી હોય, કોઇના તોડ-પાણી, બ્લેક મેઇલિંગ કે અન્ય રીતે ધમકાવીને પૈસા પડાવ્યા હોય, કોઇ હોદ્દેદારના લેટરપેડનો દુરુપયોગ કરી પૈસા પડાવ્યા હોય કે અન્ય રીતે પૈસા પડાવ્યા હોય તે સાબિત કરનારને ૧ કરોડનું ઇનામ...

આ પણ   વાંચો  -Porbandar: બારેમેઘ ખાંગા, 14 ઈંચ વરસાદથી રેલવેટ્રેક ધોવાયા

આ પણ   વાંચો  - Chandipura Virus :ચાંદીપુરા વાયરસથી બચવા સરકારે જણાવ્યો સચોટ ઉપાય

આ પણ   વાંચો  -Train Accident : ઉત્તર પ્રદેશ બાદ ગુજરાતમાં ટ્રેન દુર્ઘટના, પાટા પરથી ઉતરી માલગાડી...

Tags :
AllegationBJP GujaratCongressGujarat PoliticsNitin Patel
Next Article