Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat-પી.એચ.ડી. કોર્સમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને આર્થિક સહાય

Gujarat Vidhansabha-"પી.એચ.ડી. કોર્સમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને આર્થિક સહાયશોધ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં કુલ ૩,૫૪૬ વિદ્યાર્થીઓને રૂ. ૯૦ કરોડથી વધુની સહાય ચુકવાઈ" : શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા *** ગુજરાત સરકારની માન્ય યુનિવર્સિટી અથવા રીસર્ચ સંસ્થામાં પી.એચ.ડી. કોર્સમાં...
gujarat પી એચ ડી  કોર્સમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને આર્થિક સહાય

Gujarat Vidhansabha-"પી.એચ.ડી. કોર્સમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને આર્થિક સહાયશોધ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં કુલ ૩,૫૪૬ વિદ્યાર્થીઓને રૂ. ૯૦ કરોડથી વધુની સહાય ચુકવાઈ" : શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા
***
ગુજરાત સરકારની માન્ય યુનિવર્સિટી અથવા રીસર્ચ સંસ્થામાં પી.એચ.ડી. કોર્સમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન માટે આર્થિક સહાય પૂરી પાડતી શોધ યોજના વિશે પુછાયેલ પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, શોધ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં કુલ ૩,૫૪૬ વિદ્યાર્થીઓને રૂ.૯૦.૩૫ કરોડની સહાય ચુકવવામાં આવી છે.

Advertisement

Gujarat સરકારની આ યોજનાનો લાભ લેવા માટે ઇચ્છુક વિદ્યાર્થીઓએ https://shodh.guj.nic.in/ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે.

મંત્રી શ્રી પાનસેરીયાએ ઉમેર્યું હતું કે, પી.એચ.ડી. કોર્સમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ પ્રતિ માસ રૂ.૧૫,૦૦૦નું સ્ટાઈપેંડ અને વાર્ષિક રૂ.૨૦,૦૦૦ અન્ય આનુષંગિક ખર્ચ પેટે વધુમાં વધુ બે વર્ષમાં મહત્તમ ચાર લાખ રૂપિયા સુધીની સહાય ચુકવાય છે.

Advertisement

જે વિદ્યાર્થીઓએ અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા ૫૫% મેળવ્યા હોય તેમને ગુજરાતની માન્ય સરકારી, સેકટોરલ કે ખાનગી યુનિવર્સિટી અથવા રીસર્ચ સંસ્થામાં પી.એચ.ડી. કોર્સમાં રેગ્યુલર ફુલ ટાઈમ મોડમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને શોધ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે.

આ પણ વાંચો-Rural Olympics: તરણેતરમાં યોજાશે ઓગણીસમો ગ્રામિણ ઓલિમ્પિક, મેળા સાથે રમતોનો અદ્ભુત સમન્વય

Advertisement

Tags :
Advertisement

.