Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: મુખ્યમંત્રીને મળતી તથા તોશાખાનામાં જમા થતી ભેટ-સોગાદોના વેચાણ માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ

ડિજિટલ ભારત અભિયાનને વેગ આપતો મુખ્યમંત્રીનો સ્તુત્ય અભિગમ તોશાખાનાની ચીજ-વસ્તુઓ, ભેટ-સોગાદોનું થશે ઈ-ઓક્શન પોર્ટલ પર પારદર્શક ઓનલાઈન હરાજીથી કન્યા કેળવણી માટે યોગદાન મેળવાશે દરેક વ્યક્તિઓ પોર્ટલ પરથી ભેટ-સોગાદોની ખરીદી કરી શકશે Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાહેર સમારંભો તથા વિવિધ...
gujarat  મુખ્યમંત્રીને મળતી તથા તોશાખાનામાં જમા થતી ભેટ સોગાદોના વેચાણ માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ
  1. ડિજિટલ ભારત અભિયાનને વેગ આપતો મુખ્યમંત્રીનો સ્તુત્ય અભિગમ
  2. તોશાખાનાની ચીજ-વસ્તુઓ, ભેટ-સોગાદોનું થશે ઈ-ઓક્શન
  3. પોર્ટલ પર પારદર્શક ઓનલાઈન હરાજીથી કન્યા કેળવણી માટે યોગદાન મેળવાશે
  4. દરેક વ્યક્તિઓ પોર્ટલ પરથી ભેટ-સોગાદોની ખરીદી કરી શકશે

Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાહેર સમારંભો તથા વિવિધ પ્રવાસ-મુલાકાતો દરમ્યાન મળતી ભેટ-સોગાદનું વેચાણ કરીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ કન્યા કેળવણી જેવા ઉમદા હેતુ માટે કરવાની પરંપરાને વધુ વ્યાપક બનાવવા આવી ભેટ-સોગાદોના ઓનલાઈન વેચાણના ઈ-પોર્ટલનું મુખ્યમંત્રીએ લોન્ચીંગ કર્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ભારત અભિયાનને વેગ આપવા કરેલા આહવાનને ગુજરાતે ઈ-પોર્ટલના આ લોંચીગથી વેગ આપ્યો છે. આ અગાઉ આવી ભેટ-સોગાદોનું વેચાણ રાજ્ય કક્ષાએ યોજાતા મેળાવડામાં જાહેર હરાજી દ્વારા તથા જિલ્લા કલેક્ટરો દ્વારા જે તે જિલ્લાઓમાં જાહેર હરાજીથી કરવામાં આવતુ હતું.

Advertisement

હવે, મુખ્યમંત્રીને મળતી આવી ભેટ-સોગાદોનું ઈ-હરાજી દ્વારા પારદર્શક ઓનલાઈન વેચાણ કરીને કન્યા કેળવણી નિધિ માટે યોગદાન મેળવવાના હેતુથી રાજ્ય સરકારે https://cmgujmemento.gujarat.gov.in/ ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યુ છે.

તોશાખાનાની ભેટ-સોગાદ ઈ-ઓક્શનથી ઓનલાઈન ખરીદી શકશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી તરીકે તેમને મળેલી ભેટ-સોગાદોને સરકારી તોશાખાનામાં જમા કરાવી તેનું વેચાણ કરીને તેમાંથી મળતી રકમનો કન્યા કેળવણીના ઉમદા હેતુ માટે ઉપયોગ કરવાની શરૂઆત કરાવી હતી. તેઓ આ ભેટ-સોગાદોના માલિક નહી પરંતુ ટ્રસ્ટી છે એવા ઉમદા વિચાર સાથે ભેટ-સોગાદોની જાહેર હરાજી કરીને તેમાંથી મળતી રકમ કન્યા કેળવણીમાં વાપરવાની આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આગળ ધપાવી છે.

Advertisement

આ પણ વાંચો: અચાનક ગાડીમાં લાગી ભયાનક આગ, સિરામિક ઉદ્યોગપતિ અજય ગોપાણી કારમાં આગથી થયા ભડથું

તોશાખાના અંતર્ગતની આવી ભેટ-સોગાદોના ઇ-ઓક્શન દ્વારા વેચાણ અંગેની કાર્યપધ્ધતિ માટે N-Code GNFC દ્વારા આ ઇ-હરાજી પોર્ટલ તૈયાર કરવામાં આવ્યુ છે. તેમાં NIFT દ્વારા ભેટ-સોગાદોની ફોટોગ્રાફી સાથે વસ્તુઓની કેટેગરી પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવ્યુ છે. આ તમામ વસ્તુઓનું અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં વિસ્તૃત વર્ણન પણ આપવામાં આવ્યુ છે.

Advertisement

આ પણ વાંચો: Ambuja Cement અંગે ગાંધીનગરમાં પડ્યા ઓપરેશન અસુરના પડઘા, મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા

ઈ-ઓક્શનથી ભેટ-સોગાદ ખરીદવા માટે ઇ-હરાજી પોર્ટલમાં ખરીદકર્તાએ નોંધણી કરાવવાની રહેશે. ત્યારબાદ બિડ સબમીટ કરવાની રહેશે. ઊંચી કિંમતની બિડ પ્રાપ્ત કરનારે ડિઝિટલ પેમેન્ટથી કન્યા કેળવણી નિધિમાં ચૂકવણું કરવાનું રહેશે ત્યારબાદ ખરીદ કરેલી વસ્તુની ડિલિવરી તે વ્યક્તિને પોસ્ટ દ્વારા કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ઈ-ઓક્શન પોર્ટલ લોન્ચીંગ વેળાએ મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, એમ.કે. દાસ તથા નાણાં વિભાગના અગ્રસચિવ નટરાજન, મતિ આરતી કંવર, મુખ્યમંત્રીના સચિવ શ્રીમતિ અવંતિકા સિંઘ તથા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: નવરાત્રિને લઈને અમદાવાદ પોલીસ સજ્જ, કોમર્શિયલ ગરબાના આયોજનને લઇને DCPનું નિવેદન

Tags :
Advertisement

.