Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GUJARAT : હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરાઈ વરસાદની આગાહી, આ વિસ્તારમાં આવશે અનરાધાર!

GUJARAT માં ફરી વરસાદની આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી 22 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા અમદાવાદ,ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા GUJARAT :સમગ્ર ગુજરાતમાં (GUJARAT) હાલ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.તેવામાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા...
gujarat   હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરાઈ વરસાદની આગાહી  આ વિસ્તારમાં આવશે અનરાધાર
  • GUJARAT માં ફરી વરસાદની આગાહી
  • હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી
  • 22 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
  • અમદાવાદ,ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા

GUJARAT :સમગ્ર ગુજરાતમાં (GUJARAT) હાલ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.તેવામાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.નિષ્ણાંત હવામાન શાસ્ત્રીની આગાહીના અનુસાર, 22 ઓગસ્ટ સુધી ગુજરાતમાં (GUJARAT) હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગાંધીનગર અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે. ચાલો જાણીએ આગામી દિવસોમાં ગુજરાતમાં કેવી રહેશે વરસાદની સ્થિતિ.

Advertisement

22 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા હવે ગુજરાતમાં (GUJARAT) વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, 22 ઓગસ્ટ સુધી રાજ્યામાં હળવાથી મધ્યમ વરસાદના વધામણાં થશે.આ સમય દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉપરાંત, બનાસકાંઠાના દાંતા,અંબાજી તથા અરવલ્લીના શામળાજીમાં વધુ વરસાદ થઈ શકે છે.

Advertisement

વધુમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણના સમી,હારીજના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો પંચમહાલના ભાગોમાં અડધા થી એક ઈંચ વરસાદ થઈ શકે છે.અરબી સમુદ્ર સિસ્ટમ સક્રિય થતા 22 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજસ્થાન તથા ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર

વધુમાં નોંધનીય છે કે, હવામાન વિભાગે 14 રાજ્યોના વિવિધ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.આ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ,નાગાલેન્ડ,મણિપુર,મિઝોરમ,ત્રિપુરા,ઝારખંડ,તમિલનાડુ,ઉત્તરાખંડ,કેરળ,કર્ણાટક,જમ્મુ,આસામ, મેઘાલય અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.આ સિવાય કેરળમાં ભારે વરસાદને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો : VADODARA : સંકલનની બેઠક બાદ ધારાસભ્યોની ચિમકી, "પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો બહિષ્કાર"

Tags :
Advertisement

.