Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી માવઠા સાથે વાવાઝોડાની આગાહી આપી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપી મોટી આગાહી 7 થી 13 નવેમ્બરની વચ્ચે અરબ સાગરમાં ચક્રવાતની શક્યતા બંગાળના ઉપસાગરમાં એક શક્તિશાળી વાવાઝોડું ફાટી નીકળશે Gujarat: ગુજરાતમાં વરસાદ હજી પણ યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે...
gujarat  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી માવઠા સાથે વાવાઝોડાની આગાહી આપી
  1. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપી મોટી આગાહી
  2. 7 થી 13 નવેમ્બરની વચ્ચે અરબ સાગરમાં ચક્રવાતની શક્યતા
  3. બંગાળના ઉપસાગરમાં એક શક્તિશાળી વાવાઝોડું ફાટી નીકળશે

Gujarat: ગુજરાતમાં વરસાદ હજી પણ યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ સંબંધમાં મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડતાં ફરી વરસાદની આગાહી કરી છે. જોકે, વરસાદને વરસાદ નહીં પરંતુ માવઠું કહેવાય. કારણ કે, ચોમાસું તો પૂર્ણ થઈ ગયું છે. અત્યારે શિયાળાની ઋતુ આવી છે. તો આવા સમયે વરસાદ ખેડૂતો માટે માઠા સમાચાર છે. માવઠાના કારણે પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ શકે તેવી શક્યતાઓ છે.

Advertisement

28 ઓક્ટોબર આસપાસ એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભાવના

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 28 ઓક્ટોબર આસપાસ એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભાવના છે, જે હવામાનમાં નવો પલટો લાવી શકે છે. 7 થી 13 નવેમ્બરમાં દરમિયાન અરબ સાગરમાં ચક્રવાતની રચના થવાની શક્યતા છે. આ સાથે સાથે બંગાળના ઉપસાગરમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શકતા દર્શાવાઇ છે. આ ઘટનાક્રમને કારણે ગુજરાત (Gujarat)માં ભારે માવઠાની અપેક્ષા જાળવવી શકાય છે.

Advertisement

આ પણ વાંચો: Valsad જિલ્લામાં વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન, સર્વેની કામગીરી હાથ ધરાઈ

ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી માવઠા થવાની આગાહી

આગાગી છે કે, 17 થી 20 નવેમ્બરના વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક શક્તિશાળી વાવાઝોડું ફાટી નીકળશે. જે ઉત્તર પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે મળીને દક્ષિણ પૂર્વ તટ પર વરસાદને તીવ્ર બનાવી શકે છે. આથી, ગુજરાતમાં ફરીથી માવઠા થવાની શક્યતા જોવા મળી રહીં છે. નોંધનીય છે કે, વરસાદના કારણે ખેડૂતો વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાનું છે. આ સાથે સ્થાનિક લોકોને વધુ પડતી ધ્યાન રાખવાની જરૂર પડશે.

Advertisement

આ પણ વાંચો: Jetpur: પંથકમાં એકાતરા વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન, મોઢે આવેલો કોળિયો છીનવાયો

છેકે દેવ દિવાળી સુધી માવઠાની આગાહી કરવામાં આવી

ચોમાસાની વિદાય બાદ પણ ગુજરાત (Gujarat)માં વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી તો રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. આ સાથે હજી પણ છેકે દેવ દિવાળી સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. આ વખતે વરસાદ પણ પોતાના ક્ષમતા મુકીને વરસ્યો છે. એટલું જ નહીં પરંતુ હવે ફરી માવઠાની પણ એવી જ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા ફરી રાજ્યમાં માવઠાના આગાહી કરી છે.

આ પણ વાંચો: Bihar: લ્યો બોલો! પતિ 4 વર્ષ જેની હત્યાના ગુના માટે જેલમાં રહ્યો તે પત્ની તો જીવતી નીકળી

Tags :
Advertisement

.