GUJARAT : રાજ્યમાં ફરી ધમરોળશે મેઘરાજા, 7 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
- હવામાન વિભાગની વરસાદની આગાહી
- સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય થતાં થશે ભારે વરસાદ
- રાજ્યમાં આગામી 7 દિવસમાં જામશે વરસાદી માહોલ
GUJARAT WEATHER UPDATE : GUJARAT માં થોડા દીવસના બ્રેક બાદ હવે મેઘરાજાએ ફરીથી એન્ટ્રી કરી છે. આવનારા 7 દિવસમાં હવે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સાયક્લોનિક સર્ક્યુલેશનને ઉપર નજર રાખીને આ વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર અહેવાલ
GUJARAT માં મેઘરાજાની નવી ઈનિંગ
GUJARAT માં આગામી 7 દિવસો માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, જે મુજબ રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ પરિસ્થિતિને કારણે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનો માહોલ રહેશે. આજથી જ સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ આજે જ વરસાદી ઝાપટા પડી શકે છે. 25 ઓગસ્ટ ખેડા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી ભારે વરસાદની આગાહી દાહોદ અને મહીસાગરમાં ભારતીય અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના અનુસાર, દક્ષિણ ગુજરાતમાં કાલે પણ ભારે વરસાદની સંભાવના છે, જેનો પ્રભાવ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે. પરમદિવસે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. 25 અને 26 ઓગસ્ટના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વરસાદી માહોલના પગલે રાજ્યના લોકોને સાવચેત રહેવા અને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : VADODARA : વિજ થાંભલાના તારમાંથી કરંટ લાગતા પશુ ફંગોળાયુ